1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદી એ જી 20 સંમેલન ના સમાપનની જાહેરાત કરતા બ્રાઝિલ ને આગામી વર્ષની અધ્યક્ષતા સોંપી
પીએમ મોદી એ જી 20 સંમેલન ના સમાપનની જાહેરાત કરતા બ્રાઝિલ ને આગામી વર્ષની અધ્યક્ષતા સોંપી

પીએમ મોદી એ જી 20 સંમેલન ના સમાપનની જાહેરાત કરતા બ્રાઝિલ ને આગામી વર્ષની અધ્યક્ષતા સોંપી

0
Social Share

દિલ્હીઃ- ભારતની રાજઘઆની દિલ્હીમાં જી 20 સમિય યોજાઈ હતી  દેશની રાજધાની દિલ્હીમાં 2 દિવસીય G-20 સમિટનું  હવે સમાપન થયું છે. આ કોન્ફરન્સમાં વિશ્વભરના ઘણા દેશોના વડાઓએ ભાગ લીધો હતો.

G-20 કોન્ફરન્સના સમાપનની ઘોષણા કરતી વખતે, વડાપ્રધાન મોદીએ સંસ્કૃત શ્લોકનો ઉલ્લેખ કર્યો અને સમગ્ર વિશ્વમાં શાંતિ અને સૌહાર્દની પ્રાર્થના કરી. આ સાથે, તેમણે આગામી યજમાન દેશ બ્રાઝિલને G-20 નું પ્રમુખપદ પણ સોંપ્યું અને નવેમ્બરમાં G-20 વર્ચ્યુઅલ સમિટનું પણ સૂચન કર્યું.

પીએમ મોદીએ કહ્યું કે ‘જેમ કે તમે બધા જાણો છો કે નવેમ્બર 2023 સુધી G-20ની અધ્યક્ષતાની જવાબદારી ભારતની છે. આ બે દિવસમાં તમે બધાએ ઘણા સૂચનો અને પ્રસ્તાવો આપ્યા છે. અમારા દ્વારા આપવામાં આવેલા સૂચનોની ફરી એકવાર સમીક્ષા કરવી એ અમારી ફરજ છે. હું વિનંતી કરું છું કે અમે નવેમ્બરના અંતમાં G-20નું વર્ચ્યુઅલ સત્ર યોજીએ. અમે તે વર્ચ્યુઅલ સત્રમાં આ સમિટમાં નક્કી કરાયેલા વિષયોની સમીક્ષા કરી શકીએ છીએ. હું આશા રાખું છું કે તમે બધા વર્ચ્યુઅલ સત્રમાં જોડાશો. આ સાથે હું G-20 સમિટ બંધ જાહેર કરું છું.
tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code