
પીએમ મોદીને ઇજિપ્તનું સર્વોચ્ચ નાગરિક સન્માન અપાયું , રાષ્ટ્રપતિ સીસીએ આપ્યું ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’
- પીએમ મોદીએ ઈજિપ્તના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત
- ઈજિપ્તના સર્વોચ્વ નાગરિક સમ્માનથી પીએમ મોદીને નવાઝવામાં આવ્યા
દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 જૂનના રોજથી ઈજિપ્તના પ્રવાસે છે ત્યારે આજરોજ રવિવારે પીએમ મોદીએ ઈજિપ્તના રાષ્ટ્રપતિ સાથે ખાસ મુલાકાત કરી હતી આ દરમિયાન પીએમ મોદીને ખાસ સમ્માનથી નવાઝવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગત પ્રમાણે પીેમ મોદીને ઇજિપ્તનું સર્વોચ્ચ સન્માન મળ્યું હતું,દેશના રાષ્ટ્રપતિ સીસીએ ઓર્ડર ઓફ ધ નાઇલ આપ્યો હતો.ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઘણા દેશો પીએમ મોદીને પોતાના ખાસ સમ્માનથી સમ્માનિત કરી ચૂક્યા છે.જે પીએમ મોદીની લોકપ્રિયતા દર્શાવે છે.
જિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ કૈરોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’ એવોર્ડ એનાયત કર્યો હતો. ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’ ઇજિપ્તનું સર્વોચ્ચ રાજ્ય સન્માન છે. બપોરે 2 વાગ્યે આસપાસ પીએમ નરેન્દ્ર મોદીએ કૈરોમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સાથે મુલાકાત કરી. આ સમયગાળા દરમિયાન અનેક દ્વિપક્ષીય એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આજરોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૈરોમાં હેલિઓપોલિસ યુદ્ધ કબ્રસ્તાનની મુલાકાત લીધી હતી અને પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ઇજિપ્ત અને પેલેસ્ટાઇનમાં બહાદુરીપૂર્વક લડતા લડતા તેમના જીવનની આહુતિ આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.આ સહીત મોદીએ કબ્રસ્તાનમાં શહીદ થયેલા ભારતીય જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી અને ત્યાં રાખવામાં આવેલી વિઝિટર બુક પર હસ્તાક્ષર કર્યા હતા.