1. Home
  2. ગુજરાતી
  3. એશિયન પેરા ગેમ્સમાં ભારતના ખોળે 100થી વઘુ મેડલ, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન
એશિયન પેરા ગેમ્સમાં ભારતના ખોળે 100થી વઘુ મેડલ, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

એશિયન પેરા ગેમ્સમાં ભારતના ખોળે 100થી વઘુ મેડલ, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

0
Social Share

દિલ્હીઃ- ભારતના પેરા-એથ્લેટ્સે શનિવારે ઇતિહાસ રચ્યો હતો. ભારતીય ખેલાડીઓએ હાંગઝોઉ પેરા એશિયન ગેમ્સમાં મેડલનો 100નો આંકડો પાર કરી લીધો છે. ભારતે 28 ગોલ્ડ મેડલ, 31 સિલ્વર મેડલ, 49 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

એશિયન પેરા ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 108 મેડલ જીત્યા છે. આ અવસર પર પીએમ નરેન્દ્ર મોદીએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ ખુશી વ્યક્ત કરી હતી.

આ સાથે  જ પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ લખ્યું- આ સફળતા આપણા ખેલાડીઓની પ્રતિભા, મહેનત અને સંકલ્પનું પરિણામ છે. આ જીત આપણને બધાને પ્રેરણા આપે છે અને યાદ અપાવે છે કે આપણા યુવાનો માટે કશું જ અશક્ય નથી.

ઉલ્લેખનીય છે કે એશિયન પેરા ગેમ્સનો ઉદ્ઘાટન સમારોહ 22 ઓક્ટોબરે યોજાયો હતો. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે.એશિયન પેરા ગેમ્સની આ ચોથી આવૃત્તિ છે. 2010માં ચીનના ગુઆંગઝૂમાં આ ગેમ્સનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી, 2014 માં દક્ષિણ કોરિયાના ઇંચોન અને 2018 માં પાલેમ્બાંગ, જકાર્તામાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોથી પેરા એશિયન ગેમ્સ સત્તાવાર રીતે 9 થી 15 ઓક્ટોબર 2022 દરમિયાન યોજાવાની હતી, પરંતુ ગયા વર્ષે ચીનમાં કોવિડ -19 ચેપના ફરીથી ફેલાવાને કારણે તેને મુલતવી રાખવો પડ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code