1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. PM મોદીએ વેસ્ટનો યોગ્ય ઉપયોગ કરવાની પ્રેરણા આપીને નવી ઇકોનોમીનું સર્જન કર્યું છેઃ CM
PM મોદીએ વેસ્ટનો યોગ્ય ઉપયોગ કરવાની પ્રેરણા આપીને નવી ઇકોનોમીનું સર્જન કર્યું છેઃ CM

PM મોદીએ વેસ્ટનો યોગ્ય ઉપયોગ કરવાની પ્રેરણા આપીને નવી ઇકોનોમીનું સર્જન કર્યું છેઃ CM

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ સમિટની દસમી કડીનાં ત્રીજા દિવસે આયોજીત સેમીનાર ‘‘ઓપોર્ચ્યુનિટીઝ થ્રુ સરક્યુલર ઈકોનોમીઃ રિસાયક્લીંગ વેસ્ટ-વૉટર એન્ડ વેસ્ટ ટુ એનર્જી’’ માં કી-નોટ એડ્રેસમાં કહ્યું કે, વડાપ્રધાનએ વેસ્ટનો સારી રીતે યોગ્ય ઉપયોગ કરવાની પ્રેરણા આપીને નવી ઇકોનોમીનું સર્જન કર્યું છે.

વડાપ્રધાનએ ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા માટે શરૂ કરાવેલા ગોબરગેસ અને બાયોગેસ પ્રોજેક્ટનું  ઉદાહરણ આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે આનાથી ગ્રામ્ય અર્થતંત્રમાં સકારાત્મક બદલાવ આવ્યા છે.

સુરતને મળેલાં સ્વચ્છ શહેરનાં એવોર્ડ બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યનું દરેક શહેર સ્વચ્છતામાં નંબર વન બને તેવા વાતાવરણનું આપણે સર્જન કરવું છે. દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં વેસ્ટનું યોગ્ય મેનેજમેન્ટ કરીને આપણે સરક્યુલર ઇકોનોમી બનાવી છે.

વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે જો ઇચ્છાશક્તિ હોય તો ટેકનોલોજીનાં મદદથી આપણે ઘણું સારૂં કામ કરી શકીએ છીએ. સુરત શહેરી સત્તાતંત્ર દ્વારા વેસ્ટ વોટર ટ્રીટ કરીને ઇન્ડસ્ટ્રીઝને આપીને તેમાંથી વર્ષ 140 કરોડ જેટલી આવક મેળવી છે તે સરક્યુલર ઇકોનોમીનું ઉત્તમ ઉદાહરણ છે. ટેકનોલોજી સોલ્યુશન દ્વારા નાના શહેરો અને ગામડાઓ માટે પણ વેસ્ટનાં નિકાલ માટેના સોલ્યુશન આ સેમિનાર દ્વારા મળશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય શહેરી વિકાસ રાજ્યમંત્રી  કૌશલ કિશોરે જણાવ્યું હતું કે, ભારત જેવા ઝડપથી વિકસતા રાષ્ટ્ર માટે શહેરીકરણની સાથે ઉદ્દભવતા પ્રશ્નોનું સમાધાન લાવવું આવશ્યક છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ સ્વચ્છ ભારત, શહેરી અમૃત 2.0, નલ સે જલ જેવા અભિયાનના માધ્યમથી શહેરીકરણની સમસ્યાઓનું સમાધાન લાવવાના સંનિષ્ઠ પ્રયાસો થઈ રહ્યાં છે. આજે દેશમાં ઉત્પન્ન થતા કચરામાંથી બાયોગેસ, બાયો સીએનજી, હાઈબ્રિડ ફ્યુઅલ બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાતે ‘વેસ્ટ ટુ એનર્જી’ એટલે કે કચરામાંથી ઊર્જા ઉત્પન્ન કરવા માટે પોલીસી અમલી બનાવી, સર્ક્યુલર ઇકોનોમીની દિશામાં મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યા છે.

વર્લ્ડ બેંકના કંટ્રી ડાયરેક્ટર શ્રીયુત ઓગસ્તો ટેનો કોમોએ જણાવ્યું હતું કે, પૃથ્વી પરથી કોઈ ચીજવસ્તુનો નાશ કરી શકાતો નથી. ફક્ત તેને રિસાયકલ- રીયુઝ- રીસ્ટોર કરી શકાય છે. સર્ક્યુલર ઇકોનોમીનો ઉદ્દેશ્ય પૃથ્વી પર ઉત્પન્ન થતા કચરાને રિસાયકલ કરી, તેનો પુન: ઉપયોગ કરવાનો તથા માનવજાત માટે ટકાઉ ભવિષ્યના નિર્માણનો છે. જો વિકાસશીલ દેશો કચરાનાં નિકાલ પાછળનો તેનો ખર્ચ ઘટાડીને વિકાસકાર્યો પાછળ ખર્ચ કરશે તો માનવજાતનો સર્વાંગી વિકાસ થશે અને આ ધરતી પરની ગરીબીને ઘટાડ઼ી શકાશે.

કેન્દ્રીય શહેરી વિકાસ વિભાગના અધિક સચિવ ડી. થારાએ જણાવ્યું હતું કે, કચરાના નિકાલની સમસ્યા ત્યારે ઉદભવે છે જ્યારે આપણે કચરો ભેગો થવા દઈએ છીએ. જે દિવસથી કચરો ભેગો થાય તે દિવસથી તેના નિકાલની વ્યવસ્થા ગોઠવીએ તો સર્ક્યુલર ઇકોનોમીની દિશામાં આપણે પ્રગતિ સાધી શકીશું. આ ઉપરાંત તેમણે ‘ઝીરો વેસ્ટ સીટી પોલીસી’ બનાવવા સૂચન કર્યું હતું.

આ સેમિનારમાં શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના અગ્ર સચિવ  અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે ગુજરાતના શહેરી વિસ્તારમાં 48% નાગરિકો વસવાટ કરી રહ્યાં છે, આ વસતી આગામી સમયમાં 60% સુધી પહોંચી જશે. તે સમયે શહેરોમાં ટકાઉ વિકાસ માટે આપણે અત્યારથી જ કાર્યયોજના પર રાજ્ય સરકારે કામ શરૂ કરી દીધું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code