1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં કૃષિ ક્ષેત્રમાં નવા અધ્યાયનો આરંભઃ ખેતરમાં દવાના છંટકાવ માટેના 100 ડ્રોનનું પીએમ મોદીના હસ્તે થયું ઉદ્ધાટન
દેશમાં કૃષિ ક્ષેત્રમાં નવા અધ્યાયનો આરંભઃ ખેતરમાં દવાના છંટકાવ માટેના 100 ડ્રોનનું પીએમ મોદીના હસ્તે થયું ઉદ્ધાટન

દેશમાં કૃષિ ક્ષેત્રમાં નવા અધ્યાયનો આરંભઃ ખેતરમાં દવાના છંટકાવ માટેના 100 ડ્રોનનું પીએમ મોદીના હસ્તે થયું ઉદ્ધાટન

0
Social Share
  • પીએમ મોદીએ 100 ડ્રોનનું કર્યુ ઉદ્ધાટન
  • કૃષિ ક્ષેત્રમાં પ્રતગિ
  • ડ્રોન મારફત દવાનો છંટકાવ કરાશે

દિલ્હીઃ- ભારત દેશ હવે કૃષિક્ષેત્ર પણ ટેકનોલોજીની બાબતે પ્રગતિના પંથે જોવા મળી રહ્યો છે તેનું ઉદાહરણ વિતેલા દિવસે શુક્રવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પુરુ પડ્યું હતું, ખેતરમાં પાકની ઉપજ માટે અવનવી ટેકિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે વિતેલા દિવસને શુક્રવારે પીએમ મોદીએ 100 કિસાન ડ્રોનનું ઉદ્ધાટન કરીને ડ્રોનને ખેતરમાં ઉડાન ભરાવી હતી.આ ડ્રોન દ્રાર ખેતરોમાં દવાનો છંટકાવ કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ ગઈકાલે ખેડૂતોને મદદ કરવાના હેતુથી વિશેષ અભિયાનના ભાગરૂપે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખેતરમાં દવા છાંટવાના  ડ્રોન્સનું ઉદ્ઘાટન કર્યું હતું.

ગઈકાલે આ પ્રસંગે પીએમએ કહ્યું કે પહેલા ડ્રોનના નામ પર એવું માનવામાં આવતું હતું કે તે સેના સંબંધિત સિસ્ટમ છે અથવા દુશ્મનો સામે લડવા માટે વપરાતી વસ્તુઓ છે, પરંતુ હવે તે આધુનિક કૃષિ પ્રણાલીની દિશામાં એક નવો અધ્યાય છે. 21મી સદી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ‘મને ખાતરી છે કે આ પ્રક્ષેપણ માત્ર ડ્રોન સેક્ટરના વિકાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે નહીં, પરંતુ તે શક્યતાઓનું અનંત આસમાન પણ ખોલશે.’

પીએમએ કહ્યું કે ગરુડ એરસ્પેસે આગામી બે વર્ષમાં ભારતમાં બનેલા એક લાખ ડ્રોનનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય બનાવ્યું છે. આનાથી રોજગારીની નવી તકો પણ ઉભી થશે અને યુવાનો માટે નવી તકોનું સર્જન થશે.

ઉલ્લેખનીય છે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2022-23માં કૃષિ અને કૃષિ ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી છે. સીતારમણે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-23નું બજેટ ખેડૂત ડ્રોન, રાસાયણિક ખાતર-મુક્ત કુદરતી ખેતી, દેશભરના ખેડૂતોને ડિજિટલ અને હાઇ-ટેક સેવાઓ પહોંચાડવા માટેની જાહેરાત કરી હતી. ત્યારે હવે એ સમય આવી ગયો છે જ્યારે કૃષિ ક્ષેત્રમાં અવનવી ટેકનીકનો ઉપયોગ કરવામાં આવશે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code