
PM મોદીએ ‘પરિક્ષા પે ચર્ચા’ 2023ના કાર્યક્રમમાં ભાગ લેવા વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકોને આમંત્રણ આપ્યું
- પીએમ મોદીનું વિદ્યાર્થીઓ અને માતા પિતાને આમંત્રણ
- પરિક્ષા પે ચર્ચા પર ભાગલેવા આમંત્રિત કર્યા
દિલ્હીઃ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત દેશની જનતાના લોકો સાથે સંપર્કમાં રહે છે, કોઈ અવસર હોય કે પછી સંકટ હોય અથવા તો દેશમાં બોર્ડની પરિક્ષઆ હોય પીએમ સતત સંવાદ કરીને તેમના પર્શ્નો સાઁભળે છે તેમના સુઝાવો માંગે છે ત્યારે વર્ષ 2023 માટે પરિક્ષાપે ચર્ચા કાર્.ક્મને લઈને પીએમ મોદીએ વિદ્યાર્થઈઓ .માતા પિતા અને શિક્ષકોને આમંત્રિત કર્યા છે.
આ માટે શિક્ષણ મંત્રાલયે સહભાગીઓને પરિક્ષા પે ચર્ચામાં ભાગ લેવા અને તમારા ડરને દૂર કરવા અને પરીક્ષાઓને તહેવારની જેમ ઉજવવા માટેનો મંત્ર શીખવા માટે આહ્વાન કર્યું! તેમાં કહેવામાં આવ્યું છે કે, પરિક્ષા પે ચર્ચા 2023ની પ્રવૃત્તિઓમાં ભાગ લો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સીધો સંવાદ કરવાની તક મેળવો.
પીએમ મોદીએ આ કાર્યક્રમને લઈને ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે, હું તમામ પરીક્ષા યોદ્ધાઓ, તેમના માતા-પિતા અને શિક્ષકોને પરિક્ષા પે ચર્ચા 2023 ની ખૂબ જ રસપ્રદ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા આહ્વાન કરું છું. ચાલો વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત વાતાવરણ બનાવવા માટે સાથે મળીને રીતે કામ કરીએ. ‘પરીક્ષા પે ચર્ચા’ એ વાર્ષિક કાર્યક્રમ છે જેમાં પીએમ લાઇવ પ્રોગ્રામમાં પરીક્ષાના તણાવ અને સંબંધિત ક્ષેત્રોને લગતા વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપે છે.જે દર વર્ષે યોજવામાં આવે છે.જેના થકી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને ભયમૂક્ત વાતાવરણ આપી શકાય.
મોદીની પરીક્ષા 2023 પર ચર્ચા અને PPC માટેની વિવિધ સ્પર્ધાઓ માટે નોંધણી શરૂ થઈ ચૂકી છે. પરિક્ષા પે ચર્ચામાં પીએમ મોદી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરશે અને પરીક્ષાના તણાવને પહોંચી વળવા માટે મંત્ર આપશે. પરિક્ષા પે ચર્ચા 2023 માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 30 ડિસેમ્બર, 2022 રાખવામાં આવી છે. જો કે હજુ સુધી એ નક્કી નથી થયું કે પરિક્ષા પે ચર્ચા 2023 ક્યારે અને ક્યાં થશે.