
PM મોદીએ NTPCની 5,200 કરોડથી વધુ કિંમતની વિવિધ ગ્રીન એનર્જી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો.
- PM મોદી એ NTPCના વિવિધ ગ્રીન એનર્જી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો
- વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નેશનલ સોલર રુપટોપ પોર્ટલ લોન્ચ કર્યું
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે NTPCના વિવિધ ગ્રીન એનર્જી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નેશનલ સોલર રુપટોપ પોર્ટલ પણ લોન્ચ કર્યું.
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આગામી 25 વર્ષમાં ઉર્જા અને પાવર સેક્ટર ભારતની પ્રગતિને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. પીએમએ કહ્યું કે છેલ્લા 6 વર્ષમાં દેશમાં લગભગ 1 લાખ 70 હજાર મેગાવોટ વીજળી ઉત્પાદન ક્ષમતા ઉમેરવામાં આવી છે.
પીએમ મોદીએ કહ્યું કે વન નેશન વન પાવર ગ્રીડ આજે દેશની તાકાત બની ગઈ છે. આજના સમયમાં વીજળી વગરના જીવનની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. મારા માટે એ ખૂબ જ સંતોષની વાત છે કે છેલ્લા વર્ષોમાં અમે ઉર્જા ક્ષેત્રની અગાઉની ઘણી ખામીઓને દૂર કરીને પાવર સેક્ટરને મજબૂત બનાવ્યું છે. વડાપ્રધાને કહ્યું કે તમને યાદ હશે કે આઝાદીના 70 વર્ષ પછી પણ દેશના 18 હજાર ગામડાઓમાં વીજળી પહોંચી શકી નથી. આજના નવા ભારતમાં લોકો ગામડા-ગામડામાં વીજળીનું ઉત્પાદન કરી શકે તે માટે આ દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.
પીએમ મોદીએ વધુમાં આ પ્રસંગે કહ્યું હતું કે , ‘આગામી 25 વર્ષમાં ભારતની પ્રગતિને વેગ આપવા માટે ઊર્જા અને ઉર્જા ક્ષેત્રની મોટી ભૂમિકા છે. તેમણે કહ્યું કે દેશના વાહનોથી લઈને દેશના રસોડામાં હાઈડ્રોજન ગેસનો ઉપયોગ કરવા અંગે પાછલા વર્ષોમાં ઘણી ચર્ચા થઈ છે. આજે ભારતે આ માટે એક મોટું પગલું ભર્યું છે.
વડાપ્રધાને કહ્યું કે લદ્દાખ અને ગુજરાતમાં બે મોટા ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ પર કામ આજથી શરૂ થઈ રહ્યું છે. લદ્દાખમાં સ્થપાયેલો પ્લાન્ટ દેશમાં વાહનો માટે ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરશે. આ દેશનો પ્રથમ પ્રોજેક્ટ હશે જે ગ્રીન હાઇડ્રોજન આધારિત પરિવહનનો વ્યવસાયિક ઉપયોગ શક્ય બનાવશે.