
પીએમ મોદી એ ઈરાનના વિદેશમંત્રી સાથે કરી મુલાકાત – , દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી
- પીએમ મોદી ઈરાનના વિદેશમંત્રીને મળ્યા
- વર્ષો જૂના સંબંધો પર થઈ વાતચીત
દિલ્હીઃ– દેશમાં જ્યા એક બાજૂ પૈગમ્બર વિવાદ સર્જાયો છે, પૈગમ્બર પર બીજેપીની નેતાએ કરેલી ટિપ્પણી બાદ અનેક ઈસ્લામિક દેશો ભારત પર નારાજગી દર્શાવી રહ્યા છએ આવી સ્થિતિમાં બીજી તરફ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે નવી દિલ્હીમાં ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયાને મળ્યા હતા.અગાઉ વિદેશ પ્રધાન એસ. જયશંકરને પણ મળ્યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બંને નેતાઓ વચ્ચેના ‘શતાબ્દી-જૂના સંબંધો’ પર ચર્ચા થઈ હતી. ઈરાનના વિદેશ મંત્રીની ભારત મુલાકાત એવા સમયે આવ્યા છે જ્યારે પૈગંબર મોહમ્મદ પર ભારતીય જનતા પાર્ટીના બે ભૂતપૂર્વ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણી પર પશ્ચિમ એશિયાના દેશો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
વિદેશમંત્રીને મળ્યાની બેઠક બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને આ અંદગે માહીતી આપી હતી અને ટ્વિટમાં લખ્યું છે કે , “ભારત અને ઈરાન વચ્ચેના વર્ષો જૂના સભ્યતાના સંબંધોના વધુ વિકાસ પર ફળદાયી ચર્ચા માટે વિદેશ પ્રધાન હુસૈન અમીર અબ્દુલ્લાહિયાનું સ્વાગત કરતાં આનંદ થયો. અમારા સંબંધોથી બંને દેશોને પરસ્પર ફાયદો પહોચાડ્યો છે. અને પ્રાદેશિકપ્રોત્સાહન મળ્યું છે. સુરક્ષા અને સમૃદ્ધિ.”
બંને નેતાઓ વચ્ચેની મુલાકાત બાદ વિદેશ મંત્રાલયે પણ નિવેદન બહાર પાડ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે “મહાનુભાવનું સ્વાગત કરતાં, વડા પ્રધાને ભારત અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલતા સભ્યતા અને સાંસ્કૃતિક સંબંધોને ઉષ્માપૂર્વક યાદ કર્યા. બંને નેતાઓએ ચાલી રહેલી દ્વિપક્ષીય સહકાર પહેલ અંગે ચર્ચા કરી. વડાપ્રધાને ભાર મૂક્યો કે બંને દેશોએ કોવિડ પછીના યુગમાં આદાનપ્રદાનને વેગ આપવા માટે કામ કરવું જોઈએ,” એમઇએના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે.