
PM મોદી નાગાલેન્ડની મહિલાઓને મળ્યા, વિદ્યાર્થિનીઓને પ્રધાનમંત્રી સંગ્રહાલય અને યુદ્ધ સ્મારકની મુલાકાત લેવાનું સૂચન કર્યું
- નાગાલેન્ડની મહિલાઓને મળ્યા પીએમ મોદી
- પ્રધાનમંત્રી સંગ્રહાલય અને યુદ્ધ સ્મારકની મુલાકાત લેવાનું કર્યું સૂચન
- રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા કરવામાં આવ્યું આયોજન
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નાગાલેન્ડની મહિલાઓના એક પ્રતિનિધિમંડળથી સંવાદ કર્યો અને પોતાની સરકાર દ્વારા મહિલા સશક્તિકરણની દિશામાં ઉઠાવવામાં આવેલ પહેલ વિશે વિસ્તારમાં માહિતી દેશવાસીઓ સાથે શેર કરી. આ સાથે પીએમ એ નાગાલેન્ડથી આવેલ મહિલા વિદ્યાર્થીઓની સાથે મુલાકાત દરમિયાન તેને પ્રધાનમંત્રી સંગ્રહાલય અને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લેવાની અપીલ કરી હતી.
વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને મળીને ખુશી વ્યક્ત કરી હતી.ફ્રી વ્હીલિંગ વાર્તાલાપમાં તેઓએ ઉત્તર-પૂર્વ માટેના તેમના વિઝન, નાગાલેન્ડમાં તેમના અનુભવો, યોગનું મહત્વ વગેરે જેવા ઘણા વિષયો પર વડાપ્રધાનના મંતવ્યો વિશે ચર્ચા કરી અને તેમના મંતવ્યો માંગ્યા.
વાર્તાલાપ દરમિયાન,વડાપ્રધાને વિદ્યાર્થીઓને દિલ્હીમાં વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા અને અન્વેષણ કરવાના તેમના અનુભવ વિશે પૂછ્યું. તેમણે તેમને દિલ્હીમાં રોકાણ દરમિયાન પીએમ સંગ્રહાલય અને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લેવાની સલાહ પણ આપી હતી.
વડાપ્રધાન સાથેની પ્રતિનિધિમંડળની બેઠકનું આયોજન રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા કરવામાં આવ્યું હતું.