PM Modiગુજરાતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

  • પીએમ મોદી આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે
  • દિવંગત કેશુભાઇ પટેલને શ્રધ્ધાંજલિ અર્પણ કરશે
  • 17 પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને 4 નવા પ્રોજેકટ્સના શિલાન્યાસ કરશે

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે પહોંચશે. આ દરમિયાન તેઓ કેવડિયા અને અમદાવાદ વચ્ચે દરિયાઇ વિમાન સેવા સહિતના અનેક પરિયોજનાઓ શરૂ કરવાના છે.

પીએમના પ્રવાસના કાર્યક્રમમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. કેશુભાઈ પટેલનું ગુરુવારે સવારે 92 વર્ષની વયે નિધન થયું હતું. તે લાંબા સમયથી બીમાર હતા. જેથી, તેઓ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિધન પર તેમના પરિવારજનોને મળીને સાંત્વના આપશે.

કેશુભાઈ પટેલના પરિવારજનોને સાંત્વના પાઠવ્યા બાદ વડાપ્રધાન નર્મદા જિલ્લાના કેવડિયા જવા રવાના થશે. ગુજરાતમાં માર્ચના અંતમાં કોરોના વાયરસના સંક્રમણની શરૂઆત પછી મોદીની તેમના ગૃહ રાજ્યની આ પહેલી મુલાકાત હશે. અધિકારીના જણાવ્યા મુજબ, મોદી અમદાવાદ એરપોર્ટથી હેલિકોપ્ટરમાં કેવડિયા પહોંચશે.

તેમણે કહ્યું કે તેઓ ભારતના આયર્ન મેનની 182 મીટર ઉંચી પ્રતિમા નજીક સ્થિત સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક ‘જંગલ સફારી’નું ઉદ્દઘાટન કરશે. ત્યારબાદ તે અન્ય પરિયોજનાઓનું ઉદ્દધાટન કરશે. અધિકારીએ જણાવ્યું કે, મોદી કેવડિયામાં રાત્રી પ્રવાસ કરશે. તેમણે કહ્યું કે, મોદી તેમની મુલાકાત દરમિયાન સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલને 31 ઓક્ટોબરના રોજ તેમની પુણ્યતિથિ નિમિતે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’જઈને શ્રદ્ધાંજલિ પણ આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુક્રવારના કાર્યક્રમ

  • 10:00 વાગ્યે ગાંધીનગરમાં સ્વર્ગસ્થ કેશુભાઇ પટેલને શ્રધ્ધાંજલિ અર્પણ કરશે.
  • 12:00 વાગ્યે કેવડિયામાં આરોગ્ય વૈન અને આરોગ્ય કુટીરનું ઉદ્દઘાટન કરશે.
  • 1:00 વાગ્યે એકતા મોલનું ઉદ્દધાટન અને ત્યારબાદ બાળ પોષણ પાર્કનું ઉદ્દધાટન કરશે.
  • 3:45 વાગ્યે જંગલ સફારી અને જિયોડેસિક ડોમ એવિયરીનું ઉદ્દધાટન કરશે.
  • 5:00 વાગ્યે પીએમ વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે.
  • 7:00 વાગ્યે ડાયનેમિક ડેમ લાઇટિંગનું ઉદ્દધાટન કરશે.
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કેવડિયા મોબાઇલ એપ્લિકેશનની વેબસાઇટનું ઉદ્દધાટન અને ત્યારબાદ તે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે.

_Devanshi

Related posts
REGIONALગુજરાતી

PM મોદીએ કેડિલા પ્લાન્ટમાં બનેલી કોરોના રસીના પ્રેઝન્ટેશનની કરી સમીક્ષા

PM મોદી અમદાવાદ સ્થિત કેડિલા પ્લાન્ટ પહોંચ્યા, અહીં રસીનું કરશે વ્યક્તિગત નિરીક્ષણ અમદાવાદ બાદ પીએમ મોદી હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક અને પૂણે…
NATIONALગુજરાતી

પીએમ મોદી આવતી કાલે ગુજરાતની મુલાકાત લેશે -  વેક્સિન સેન્ટરોની કરશે મુલાકાત

પીએમ મોદી ગુજરાતના પ્રવાસે વેક્સિન સેન્ટરની લેશે મુલાકાત સીરમ સંસ્થાની મુલાકાત બાદ ઝાયડસ કેડિલાની પણ મુલાકાત કરશે દિલ્હીઃ- સમગ્ર દેશમાં ફરી એક…
NATIONALગુજરાતી

PM મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે, વેક્સીન અંગે ગુજરાતથી કરી શકે જાહેરાત

થોડાક સમય પહેલા કેવડિયાની મુલાકાત બાદ PM મોદી હવે ફરી ગુજરાત પ્રવાસે આવશે પીએમ મોદી 28 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે આ દરમિયાન…

Leave a Reply