
PM મોદીએ સ્વતંત્ર્ય સેનાની શ્રી ગોવિંદ ગુરુને પાઠવી શ્રદ્ધાંજલિ – રાજસ્થાનના માનગઢને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કર્યુ
- પીએમ મોદીએ રાજસ્થાનના માનગઢની મુલાકાત લીધી
- આ ક્ષેત્રને રાષ્ટ્રિય સ્મારક જાહેર કર્યું
- જલિયાવાલા બાગ જેવી સુવિધાઓથી વિસ્તાર સજ્જ થશે
જયપુરઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના બાંસવાડા દીલ્લાના માનગઢ ગામે પહોંચ્યા છે,અહી તેમણે આદીવાસી શહીદો સામે મસ્તક ધુકાવીને શ્રદ્ધાંજલી પાઠવી હતી અને શહીદાનો બલિદાનને યાદ કર્યું હતુ. વડાપ્રધાન અહીં એક જનસભાને પણ સંબોધિત કરી હતી.
સૌ પ્રથમ પીએમ મોદીએ માનગઢ ધામ પહોંચીને ભીલ સ્વાતંત્ર્ય સેનાની શ્રી ગોવિંદ ગુરુને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ધુની પહોંચ્યા બાદ તેમણે પૂજા કરી આરતી કરી હતી. આ દરમિયાન તેમની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.આ સાથે જ રાજસ્થાનમાં પીએમ એ માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપવાની જાહેરાત કરી.
પોતાના સંબોધનની શરુઆતમાં પીએમ મોદીએ કહ્યું કે તેઓ ભાગ્યશાળી છે કે તેમને ફરી એકવાર માનગઢ ધામમાં આવીને શહીદ આદિવાસીઓ સામે માથું નમાવાની તકમળી. ‘આઝાદીના અમૃત ઉત્સવમાં માનગઢ ધામમાં આવવું આપણા બધા માટે પ્રેરણાદાયક અને આનંદદાયક છે. માનગઢ ધામ આદિવાસી નાયકો અને નાયકોની દ્રઢતા, બલિદાન, તપસ્યા અને દેશભક્તિનું પ્રતિબિંબ છે. આ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો સામાન્ય વારસો છે.
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, 1780માં તિલકા માંઝીના નેતૃત્વમાં સંથાલમાં દામીન યુદ્ધ થયું હતું. 1830-32માં, દેશે બુધુ ભગતના નેતૃત્વમાં લારકા આંદોલન જોયું. 1855માં આઝાદીની એ જ જ્યોત સિદ્ધુ-કાન્હુ ક્રાંતિના રૂપમાં પ્રગટી. ભગવાન બિરસા મુંડાએ લાખો આદિવાસીઓમાં આઝાદીની જ્યોત પ્રજ્વલિત કરી. થોડા દિવસો પછી, 15 નવેમ્બરના રોજ, બિરસા મુંડાની જન્મજયંતિ, આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે. આજે દેશભરમાં વિશેષ સંગ્રહાલયો બનાવવામાં આવી રહ્યા છે. જે ભવ્ય વારસો આપણી પેઢીઓથી વંચિત હતો તે હવે તેમની વિચારસરણીનો હિસ્સો બનશે.
આ સાથે જ તેમણે આદિવાસી સમાજની ભૂમિકા પર પણ વાત કરી હતી અને કહ્યું કે આ સમાજ માટે આપણે સમર્પિત ભાવના સાથે કામ કરવાની જરૂર છે. રાજસ્થાન અને ગુજરાતથી ઉત્તરપૂર્વ અને ઓડિશા સુધી, દેશ વૈવિધ્યસભર આદિવાસી સમાજ માટે સ્પષ્ટ વિચાર સાથે કામ કરી રહ્યો છે.