Site icon Revoi.in

ભૂટાનથી પરત ફરતા જ PM મોદી સીધા LNJP હોસ્પિટલ પહોંચ્યા, ઈજાગ્રસ્તો સાથે કરી મુલાકાત

Social Share

નવી દિલ્હી: ભૂટાનની મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે સીધા દિલ્હીની એલએનજેએપી (LNJP) હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોની મુલાકાત લીધી. PM મોદીએ હોસ્પિટલમાં જઈને ઘાયલ લોકોની તબિયત પૂછી  અને તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. હોસ્પિટલના અધિકારીઓ અને ડૉક્ટરો સાથે પણ તેમણે વિગતવાર ચર્ચા કરી હતી અને હાલની સ્થિતિની જાણકારી મેળવી હતી.

હોસ્પિટલ મુલાકાત બાદ પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આ કાવતા પાછળ જે કોઈ છે, તેમને ન્યાયના કઠેળામાં લાવવામાં આવશે અને કોઈ પણ દોષી બચશે નહીં.”

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે બે દિવસ પહેલા એક કારમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 10થી વધારે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યાં છે. આ કેસમાં એનઆઈએ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા કેટલાક શખ્સોની અટકાયત કરીને તેમની આગળી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં કેટલાક મહત્વના ખુલાસા થયાં છે. બીજી તરફ દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં પોલીસ તંત્રને સાબદુ કરી નાખવામાં આવ્યું છે. પોલીસ દ્વારા દિલ્હી ઉપરાંત દેશના વિવિધ શહેરોમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે.

Exit mobile version