PM મોદીએ રોજગાર મેળામાં નિમણૂક પત્રો વિતરણ કરતા કહ્યું ‘25 વર્ષમાં ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવાનું લક્ષ્ય’
- પીએમ મોદીએ રોજગાર મેળામાં નિમણૂક પત્રોનું વિતરણ કર્યું
- કહ્યું ‘તમે દરેક લોકો ભારતને વિકસીત બનાવશો’
દિલ્હીઃ- આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ રોજગાર મેળામાં આનલાીન સંબોધન કર્યું હતું 70 હજારથી વધુ નિમણૂંક પત્રોનું વિતરણ પણ કર્યું હતું. આજના આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજે 70 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. રોજગાર મેળો બીજેપીની સરકારની નવી ઓળખ બન્યો છે.
રોજગાર મેળાને સંબોધિત કરતા પીએમ મોદીએ એમ પણ કહ્યું કે સરકારી ભૂમિકાઓમાં પગ મૂકનારાઓ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમયગાળો છે કારણ કે ‘સ્વતંત્રતાનો અમૃત કાળ’ શરૂ થઈ ગયો છે જ્યાં નવા નિમણૂકો આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું લક્ષ્ય રાખે છે.
સંબોધનના આરંભમાં પીેમ મોદીે ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું કે મને ખુશી છે કે ભાજપ શાસિત સરકારો પણ આવા રોજગાર મેળાઓનું સતત આયોજન કરી રહી છે. જેઓ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે. જેઓ આ સમયે સરકારી નોકરીમાં આવી રહ્યા છે.
આ પ્રસંગે પીએમ મોદીએ વિપક્ષ પર પર આકરા નિશાન સાધ્યા હતા અને કહ્યું કે દેશમાં ચાલી રહેલ આ રોજગાર અભિયાન પારદર્શિતા અને સુશાસનનો પણ પુરાવો છે. આપણે જોયું છે કે કેવી રીતે આપણા દેશમાં કુટુંબ આધારિત રાજકીય પક્ષોએ દરેક વ્યવસ્થામાં ભત્રીજાવાદને પ્રોત્સાહન આપતા રહ્યા છે. સરકારી નોકરીની વાત આવે ત્યારે પણ તેઓ ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા રહેતા હતા. આમ પીએમ મોદીએ ભત્રીજાવાદ પર કટાક્ષ કર્યો હતો.
વધુમાં પીએમ મોદીએ એમ પણ કહ્યું કે મુદ્રા યોજનાએ કરોડો યુવાનોને મદદ કરી છે. સ્ટાર્ટ-અપ ઈન્ડિયા અને સ્ટેન્ડ-અપ ઈન્ડિયા જેવા અભિયાનોએ યુવાનોની ક્ષમતામાં વધારો કર્યો છે. આ યુવાનો, જેમને સરકાર તરફથી મદદ મળી છે, તેઓ હવે ઘણા લોકોને નોકરી આપી રહ્યા છે.
વધુમાં પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે જે આખું વિશ્વ આપણી વિકાસની યાત્રામાં આપણી સાથે ચાલવા તૈયાર છે. ભારત અને આપણી અર્થવ્યવસ્થા પર આટલો ભરોસો અગાઉ ક્યારેય ન હતો. તમામ મુશ્કેલીઓ વચ્ચે પણ ભારત પોતાની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈઓ પર લાવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે દેશભરમાં આજરોજ 43 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પહેલ હેઠળ, કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભરતી કરવામાં આવતી હોય છે જેઓને પીએમ મોદી નોકરીના પત્રોનું વ્તરણ કરે છે.