1. Home
  2. ગુજરાતી
  3. PM મોદીએ બ્રિક્સના મંચ પરથી ચંદ્રયાન-3ની શુભેચ્છા બદલ વિશ્વનો આભાર માન્યો, – છ દેશો બ્રિક્સમાં નવા કાયમી સભ્યો બનવાના નિર્ણયને આવકાર્યો
PM મોદીએ બ્રિક્સના મંચ પરથી ચંદ્રયાન-3ની શુભેચ્છા બદલ વિશ્વનો આભાર માન્યો, –  છ દેશો બ્રિક્સમાં નવા કાયમી સભ્યો બનવાના નિર્ણયને આવકાર્યો

PM મોદીએ બ્રિક્સના મંચ પરથી ચંદ્રયાન-3ની શુભેચ્છા બદલ વિશ્વનો આભાર માન્યો, – છ દેશો બ્રિક્સમાં નવા કાયમી સભ્યો બનવાના નિર્ણયને આવકાર્યો

0
Social Share

 

તાજેતરના દિવસોમાં પીએમ મોદી બ્રિક્સ સમ્મેલનમાં ભાગ લેવા સાઉથ આફ્રિકાના પ્રવાસે છે ત્યારે આજરોજ ગુરુવારે પીએમ મોદીએ વૈશ્વિક મંચ પરથી સમગ્ર વિશ્વની સામે ચંદ્રયાન-3ની સફળતાના વખાણ કર્યા અને વિશ્વએ આપેલા અભિનંદન બદલ દરેકનો આ મંચ પરથી આભાર વ્યક્ત કર્યો હતો.

પીએમ મોદીએ આજરોજ ગુરુવારે બ્રિક્સ સમિટને સંબોધિત કરી હતી. પીએમએ બેઠક દરમિયાન યોજાયેલી ચર્ચા પર ભારતનું વલણ રજૂ કર્યું.તેમણે કહ્યું કે બ્રિક્સના વિસ્તરણ પર ભાગીદાર દેશો વચ્ચે સહમતિ બની છે. આર્જેન્ટિના અને સાઉદી અરેબિયા સહિત છ દેશોને BRICSમાં નવા કાયમી સભ્યો તરીકે સામેલ કરવામાં આવ્યા છે આ બાબતે તેમણે સમર્થન આપ્યું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે  પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ઈસરોના વૈજ્ઞાનિકોની પણ પ્રશંસા કરી. આ સિવાય પીએમ મોદીએ બ્રિક્સના વિસ્તરણ પર ભારતનું સમર્થન પણ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ ભારતના ચંદ્રયાન-3 મિશનની સફળતા પર બ્રિક્સ પ્લેટફોર્મ પરથી વિશ્વભરમાંથી મળેલા અભિનંદન સંદેશા માટે દરેકનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ બ્રિક્સના મંચ પરથી કહ્યું કે ભારતનો પ્રયાસ સફળ રહ્યો છે. વૈજ્ઞાનિકો માટે આ એક મોટી ઉપલબ્ધિ છે અને વિશ્વ પણ તેનાથી ખુશ થયું છે.

તેમણે કહ્યું કે ચંદ્રયાન-3 ગઈકાલે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું. આ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિક સમુદાય માટે એક સિદ્ધિ છે. પીએમએ કહ્યું કે અમે જ્યાં ભારતે નિશાન સાધ્યું હતું ત્યાં ઉતર્યા. અમે લેન્ડરને સખત સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ કર્યું. ભારતના વૈજ્ઞાનિકો માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. દુનિયાભરમાંથી અમને અભિનંદનના સંદેશા મળ્યા છે. તેના માટે હું મારા વૈજ્ઞાનિકો અને દેશવાસીઓ વતી તમારો આભાર માનું છું.

જોહાનિસબર્ગમાં 15મી બ્રિક્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે હંમેશા બ્રિક્સના વિસ્તરણને સમર્થન આપ્યું છે ભારતે બ્રિક્સ ના વિસ્તરણને સમર્થન આપ્યું છે. પીએમ મોદીએ સર્વસંમતિથી સભ્ય દેશોને વધારવાના નિર્ણયને આવકાર્યો હતો.. ભારત માને છે કે નવા સભ્યો ઉમેરવાથી બ્રિક્સ એક સંગઠન તરીકે મજબૂત થશે. નવા સભ્યોના ઉમેરા સાથે, અમારા બધા સહિયારા પ્રયાસો વિશ્વને મજબૂત બનાવશે. 

વઘુમાં પીએમ મોદીએ કહ્યું કે મને ખુશી છે કે અમારી ટીમ સાથે મળીને ઘણા મુદ્દાઓ પર સહમત થઈ છે અને મને ખાતરી છે કે આ દેશો સાથે મળીને અમે એક નવી ગતિ અને ઉર્જા આપીશું. તેમણે કહ્યું કે ભારત એવા દેશોને સમર્થન આપશે જેમણે બ્રિક્સમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code