
પીએમ મોદી એશિયાના સૌથી મોટા નોઈડા એરપોર્ટનો 25 નવેમ્બરના રોજ કરશે શિલાન્યાસઃ તૈયારીઓનો આરંભ
- 25 નવેમ્બરના રોજ પીએમ મોદી નોઈડા એરપોર્ટનો શિલાન્યાસ કરશે
- આજથી સમગ્ર તૈયારીઓનો કરાયો આરંભ
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં વિકાસની ગતિ ઝડપી બની રહી છે ત્યારે હવે દેશની રાજધાની દિુલ્હીમાં પણ નવા એરપોર્ટને લઈને તૈયારીઓ ચાલી રહી છે,આ માટે એશિયાના સૌથી મોટા નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ 25 નવેમ્બરે કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવર ખાતે 29 હજાર 500 કરોડ રુપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
આ સમગ્ર બાબતે વડાપ્રધાન કાર્યાલય સહમતિ દર્શાવી છે. કાર્યક્રમનો સત્તાવાર પત્ર પણ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. કાર્યક્રમના ભવ્ય આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર અને સત્તાવાળાઓ તૈયારી કરી રહ્યા છે.
વડાપ્રધાન અને મુખ્યમંત્રીની મોટી યોજનાઓમાં સ્વિસ કંપની ઝુરિચ ઈન્ટરનેશનલ એરપોર્ટ એજી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડલમાં બનેલા એરપોર્ટનું નિર્માણ કરી રહી છે એરપોર્ટના પ્રથમ તબક્કામાં 1334 હેક્ટર જમીન પર કામ કરવામાં આવશે. પ્રથમ તબક્કો એક રનવેથી શરૂ થશે. બાંધકામ માટે હાલ કંપનીને જમીન સોંપવામાં આવી ચૂકી છે.
કંપનીએ એરપોર્ટની જમીન પર લેવલિંગ અને બાઉન્ડ્રી વોલિંગનું કામ શરૂ કરી દીધું છે. પ્રથમ તબક્કા માટે જિલ્લા વહીવટીતંત્રે છ ગામોમાં જમીન સંપાદિત કરી છે. તેમાં રાનહેરા, રોહી, પરોહી, દયાનતપુર, કિશોરપુર અને બનવારીવાસ ગામોનો સમાવેશ થાય છે. નવા કાયદા હેઠળ જમીન સંપાદનનું કામ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે એરપોર્ટ પ્રોજેક્ટના વિસ્થાપિત પરિવારો જેવર બાંગરમાં સ્થાયી થયા છે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 3003 પરિવારો પ્રભાવિત થયા છે. આ તમામ પરિવારોને જેવર બાંગરમાં પ્લોટ આપવામાં આવ્યા છે. ખેડૂતોએ અહીં બાંધકામની કામગીરી પણ શરૂ કરી દીધી છે. જેવર બાંગરમાં શહેર જેવી તમામ સુવિધાઓ છે. સરકારની સૂચના પર યમુના ઓથોરિટીએ આ ટાઉનશિપ વિકસાવી છે.