પીએમ મોદી 27 જુનના રોજ મધ્યપ્રદેશની લેશે મુલાકાત, ભોપાલ-જબલપુર વંદે ભારત ટ્રેનને બતાવશે લીલી ઝંડી
- પીએમ મોદી 27 જુને મધ્યપ્રદેશ જશે
- આગામી ચૂંટણીને લઈને તૈયારીઓ શરુ
- વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે
ભોપાલઃ- મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી પણ પોતાનું એડી ચૌટીનું જોર લગાવવા કમર કસી રહી છે આવનારી 27 જુનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની મુલાકાતે જઈ રહ્યા છે પીએમ મોદીની આ મુલાકાત વિઘાનસભઆની ચૂંટણીને લઈને મહત્વની માનવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પ્રવાસોનો દોર શરૂ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જૂને મધ્યપ્રદેશ આવશે. તે પહેલા ધાર જશે, ત્યાંથી તે ભોપાલ આવશે. પીએમ મોદી ભોપાલમાં જબલપુર-ઈન્દોર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. જાહેર સભાને પણ સંબોધશે. વડાપ્રધાન રાજધાનીમાં રોડ શો પણ કરી શકે છે.
પીએમ મોદી 27 જૂને રાજ્યની મુલાકાતે આવશે. અમેરિકાથી પરત ફર્યા બાદ પીએમ મોદીની આગામી મુલાકાત ભોપાલની હશે. પીએમ મોદી 22 થી 25 જૂન સુધી અમેરિકાના પ્રવાસે રહેશે.કે રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી આવી રી છે. હાલમાં રાજ્યમાં શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે.ત્યારે બીદજેપી હવે કમર કસી રહી છે કે તેમની સરકાર બરકરાર રહે.
અહી સરકારી કાર્યક્રમો સિવાય વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. પીએમ મોદી 27 જૂન એટલે કે મંગળવારે ભોપાલ-જબલપુર વંદે ભારતને ફ્લેગ ઓફ કરશે. આ સિવાય તે રોડ શો પણ કરી શકે છે. આ સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીના બૂથ લેવલ કાર્યકર્તાઓના એક મોટા સંમેલનને પણ સંબોધિત કરવાના છે, વડાપ્રધાન અહીંથી દેશભરના દસ લાખ બૂથને ડિજિટલી સંબોધિત કરશે.
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં આવા 64100 બૂથ છે. દરેક બૂથ પર વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે.રાજ્યના 38 લાખ કાર્યકરો ડિજિટલ રીતે નોંધાયેલા છે. તેઓ આ ડિજિટલ રેલીમાં જોડાશે.આ જોતા એમ કહી શકાય કે આ મુલાકાત આગામી વિધાનસભાની ચૂંટણીનું લક્ષ્ય પણ છે.આજ દિવસે ઝાબુઆમાં આદિવાસીઓના સિકલ સેલ કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપે તેવી શક્યતાઓ છે.