
આવતીકાલથી દેશભરમાં 45 સ્થળોએ રોજગાર મેળાનો આરંભ – પીએમ મોદી ઓનલાઈન સંબોધિત કરશે
- 21 નવેમ્બરથી જોબ ફેરનો આરંભ
- 45 સ્થળોએ નોકરીમેળો જામશે
- મીએમ મોદી ઓનલાઈન સંબંધીત કરશે
દિલ્હીઃ- દેશભરના યુવાઓ માટે સરકાર સતત પ્રયત્નશીલ રહીને તેમને રોજગાર આપવાની તકો ઊભી કરી રહી છે કેન્દ્રના અથાગ પ્રયત્નો હેઠળ ભારતના યુવાઓને અનેક શહેરોમાં સારી નોકરી મળી રહે તે માટે જોબફેરનું પણ આયોજન કરવામાં આવે છે.ત્યારે આવતી કાલે એટલે કે 22 નવેમ્બરથી કેન્દ્ર સરકાર દેશભરમાં 45 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરશે.
આ સાથે જ દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આ 45 સ્થળોએ યોજાનાર રોજગાર મેળાને ઓનલાઈન સંબોધિત કરશે. મોદી સરકારના મંત્રીઓ દેશભરના 45 રોજગાર મેળા કેન્દ્રોમાં હાજરી આપીને રવીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમ મોદી સાથે જોડાશેઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ 10 લાખ નોકરીઓ આપવાની જાહેરાત કરી હતી જેનો આ બીજો હપ્તો છે.
કોલકાતામાં નિશિત પ્રામાણિક અને સિલીગુડીમાં શાંતનુ ઠાકુર ,ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન, ઉત્તર પ્રદેશના 3 શહેરોમાં કૌશલ કિશોર, લખનૌ, પ્રયાગરાજમાં ,ત્રિપુરાની રાજધાની અગરતલા, પ્રતિમા ભૌમિક અને તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં આયોજન થશે
તમિલનાડુમાં, નિર્મલા સીતારમણ રાજધાની ચેન્નાઈમાં બે સ્થળોએ અને એસ જયશંકર શિવગંગાઈમાં રોજગાર મેળામાં નિમણૂક પત્રોનું વિતરણ કરશે. સિક્કિમના ગંગટોક રાજસ્થાનની રાજધાની જયપુરના 2 શહેરોમાં , પંજાબના જલંધરમાં, ઓડિશાની રાજધાની ભુવનેશ્વર વિશ્વેશ્વર ટુડુ રોજગાર મેળો યોજાશે, આ સાથે જ નાગાલેન્ડ, નોર્થ ઈસ્ટમાં દીમાપુરમાં રામેશ્વર તેલી, મિઝોરમના મેઘાલય, મણિપુરમાં આ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.