
ચિરંજીવીને ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરાયા
મુંબઈ:ચિરંજીવીને 53મા IFFI ફિલ્મ ફેસ્ટિવલમાં ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.આ સમારોહ ગોવામાં ચાલી રહ્યો છે.બધાના મનપસંદ ચિરંજીવીએ 1978ની ફિલ્મ ‘પુનાધિરલ્લુ’થી ડેબ્યૂ કર્યું હતું.
આ પહેલા પણ ચિરંજીવીને 10 ફિલ્મફેર એવોર્ડ પણ મળી ચૂક્યા છે. આ સાથે જ તેને ચાર નંદી એવોર્ડ પણ મળ્યા છે.ચિરંજીવી એક ફિલ્મ અભિનેતા હોવાની સાથે સાથે ફિલ્મ નિર્માતા પણ છે. ચિરંજીવીએ હિન્દી, તમિલ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે.ચિરંજીવીને આંધ્રપ્રદેશ રાજ્ય તરફથી સૌથી મોટા ફિલ્મ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
અભિનેતા ફિલ્મમેકર હોવાની સાથે સાથે રાજકારણ સાથે પણ જોડાયેલા છે.તેમણે 2008માં પ્રજા રાજ્યમ પાર્ટીની સ્થાપના કરી હતી.2009ની આંધ્રપ્રદેશની ચૂંટણીમાં તેમની પાર્ટીએ 294માંથી 18 બેઠકો જીતી હતી.તેમણે પોતાની પાર્ટીને કોંગ્રેસ પાર્ટીમાં ભેળવી દીધી.2011માં ચિરંજીવીને પ્રવાસન મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા.