
પીએમ મોદી આ મહિનાના અંતમાં ગુજરાત આવશેઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે, કચ્છમાં જનસભા સંબોધશે
- 28 ઓગસ્ટે પીએમ મોદી ગુજરાત આવશે
- અનેક કાર્યક્રમમાં આપશે હાજરી
- કચ્છમાં સ્મૃતિવનનું કરશે લોકાર્પણ
અમદાવાદઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અવાર નવાર દેશના અનેક રાજ્યોની મુલાકાત લેતા હોય છે ખાસ કરીને તેમની માતૃભૂમિ ગુજરાત કે જ્યા તેઓના રાજકિય સફરની શરુઆત થઈ હતી. ત્યારે 28 ઓગસ્ટના રોજ પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છએ
પ્રાપ્ત જાણકારી પ્રમાણે ગુજરાત 28 ઓગસ્ટે કચ્છની મુલાકાત લેવાના કચ્છમાં સ્મૃતિવનની મુલાકાત લઈને તેનું લોકાર્પણ કરશે. તેઓ અહીં એક જનસભાને પણ સંબોધિત કરવાના છે. આ સભામાં બે લાખ લોકો હાજર રહે તેવી ધારણાઓ સેવાઈ રહી છે. આ સાથે જ પીએમ મોદીના કચ્છ પ્રવાસ પહેલા 25 ઓગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાત લેશે અને તૈયારીઓનું નિરિક્ષણ કરશે.
પીએમ મોદી સૌ પ્રથમ 27 ઓગસ્ટની સાંજે અમદાવાદમાં આવશે 27 ઓગસ્ટે પીએમ મોદીનું અમદાવાદમાં નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે અમદાવાદમાં એક જનસભાને પણ સંબોધન કરશે.. ત્યાર બાદ તેઓ 28 ઓગસ્ટે કચ્છની મલાકાત લેશે, પીએમ મોદી કચ્છમાં સંબોધન કરશે સાથે જ સ્મૃતિ વનનું લોકાર્પણ કરશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ પાર્ટીઓ એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે પીએમ મોદીની અગાઉ જે ગુજરાતની મુલાકાત રદ થી હતી તેને બદલે તેઓ 27 અને 28 ઓગસ્ટે ગુજરાત આવશે,પીએમ મોદીના આગમનને લઈને રાજ્યના લોકો ઉત્સાહીત જોવા મળી રહ્યા છે તો સાથે જ બીજેપીના કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહત છે પીએમ મોદી સતત લોકપ્રિય નેતા બનતા જઈ રહ્યા છે.