- પીએમ મોદી ‘ઇન્ડિયન સ્પેસ એસોસિએશન’ કરશે લોન્ચ
- વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે લોન્ચિંગ
- સંસ્થામાં ઘણી મોટી કંપનીઓ છે સામેલ
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે એટલે કે આજે ‘ઇન્ડિયન સ્પેસ એસોસિએશન’નું લોકાર્પણ કરશે.સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ડિયન સ્પેસ એસોસિએશનનું નું લોન્ચિંગ કરશે. આ તકે તેઓ અંતરિક્ષ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરશે.
પીએમ મોદીએ રવિવારે ટ્વિટર પર લખ્યું હતું કે, “આવતીકાલે (11 ઓક્ટોબરે) સવારે 11 વાગ્યે હું ઇન્ડિયન સ્પેસ એસોસિએશન લોન્ચ કરવાના કાર્યક્રમમાં સામેલ થઈશ. આ ક્ષેત્રના મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરવાની તક મળતા મને આનંદ થયો છે. અવકાશ અને ઈનોવેશનની દુનિયામાં રસ ધરાવતા લોકોએ આવતીકાલનો કાર્યક્રમ અવશ્ય જોવો જોઈએ.”
At 11 AM tomorrow, 11th October, I will join the programme to launch the Indian Space Association. I am glad to be getting the opportunity to interact with leading stakeholders of the sector. Those interested in the world of space and innovation must watch tomorrow’s programme.
— Narendra Modi (@narendramodi) October 10, 2021
ISpA એ સ્પેસ અને સેટેલાઇટ કંપનીઓનું પ્રીમિયર ઇન્ડસ્ટ્રી એસોસિયેશન છે, જે ભારતીય અવકાશ ઉદ્યોગનો સામૂહિક અવાજ બનવા માંગે છે. તે નીતિની હિમાયત કરશે અને સરકાર અને તેની એજન્સીઓ સહિત ભારતીય અવકાશ ક્ષેત્રના તમામ હિસ્સેદારો સાથે જોડાશે. આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરતા, ISpA ભારતને આત્મનિર્ભર, તકનીકી રીતે અદ્યતન અને અવકાશ ક્ષેત્રમાં અગ્રણી ખેલાડી બનાવવામાં મદદ કરશે.
ISpA ને અવકાશ અને ઉપગ્રહ તકનીકોમાં અદ્યતન ક્ષમતાઓ ધરાવતી અગ્રણી ઘરેલુ અને વૈશ્વિક કોર્પોરેશનો દ્વારા રજૂ કરવામાં આવે છે. તેના સ્થાપક સભ્યોમાં લાર્સન એન્ડ ટુબ્રો, નેલ્કો (ટાટા ગ્રુપ), વનવેબ, ભારતી એરટેલ, મેપમાઇન્ડિયા, વાલચંદનગર ઇન્ડસ્ટ્રીઝ અને અનંત ટેકનોલોજી લિમિટેડનો સમાવેશ થાય છે. અન્ય મુખ્ય સભ્યોમાં ગોદરેજ, હ્યુજીસ ઇન્ડિયા, એઝીસ્ટા-બીએસટી એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ, બીઇએલ, સેન્ટમ ઇલેક્ટ્રોનિક્સ, મેક્સર ઇન્ડિયાનો સમાવેશ થાય છે.