બોલિવૂડના ‘શહેનશાહ’ અમિતાભ બચ્ચન આજે 79મો જન્મદિવસ – જાણો, એક સફળ અભિનેતા તરીકેની તેમની સફર
- અમિતાભ બચ્ચનનો આજે 79મો જન્મદિવસ
- બોલિવૂડમાં બિગબી, શહેનશાહ અને મેગા સ્ટાર તરીકે પ્રચલિત બન્યા છે
મુંબઈઃ- બોલિવૂડમાં બિગબી ,શહેનશાહ કે મેગાસ્ટાર જેવા નામોથી જાણીતા બનેલા લોકપ્રિય અભિનેતા આજે પોતાનો 79મો જન્મદિવસ મનાવી રહ્યા છે, તેમનો જન્મ વર્ષ 1942 માં 11 ઓક્ટોબરના રોજ થયો હતો. બોલિવૂડમાં અત્યાર સુધી અનેક સુપરહિટ ફિલ્મો આપી છે,ક્યારેક તેમણે સુપર ફ્લોપ ફિલ્મોનો પણ સામનો કર્યો છે.
ફિલ્મના સેટ પર ઈજાગ્રસ્ત થયેલા અમિતાભ રાજકારણમાં ગયા અને પછી ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો, તેમના ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ કરોડો ચાહકો જોવા મળએ છે. ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં જન્મેલા અમિતાભના પિતા ડો.હરિવંશરાય બચ્ચન એક પ્રખ્યાત કવિ હતા. તેની માતા તેજી બચ્ચન કરાચીના હતા.
ઘણા ઓછા લોકો જાણતા હશે તે બીગબી એ અભિનેતા બનવાનું નહી પરંતુ એન્જિનિયર કે એરફોર્સમાં જોડાવાનું સપનું જોયું હતું, પરંતુ તેઓ ફિલ્મ જગતના બાદશાહ બન્યા. દરેક અભિનેતા ઇચ્છે છે કે અમિતાભને હિન્દી સિનેમાના રૂપેરી પડદે મળેલી માન્યતા અને ખ્યાતિ મળે. તેમને બોલીવુડના સૌથી સફળ અભિનેતા માનવામાં આવે છે.
અમિતાભની સૌથી મોટી ખાસિયત તેમનું મજબૂત પ્રદર્શન અને ડાયલોગ પંચ છે. તેમની ઘણી ફિલ્મોના સંવાદો આજે પણ લોકો ભૂલ્યા નથી, વર્ષ 1969 નવેમ્બરની 7 તારિખે ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ રિલીઝ થઈ આ ફિલ્મથી અભિનયની શરૂઆત કરનાર અમિતાભ માટે, દિગ્દર્શકો શરૂઆતમાં માનતા હતા કે પાતળા અને ઊંચા માણસ પાસે એવા કોઈ ગુણો નથી, જેના કારણે દર્શકો તેને પડદા પર પસંદ કરશે. પરંતુ બિગ બીએ તેમના અભિનયથી લોકોને મંત્રમૃગ્ઘ કર્યા.
અનેક એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે બચ્ચન સાહેબને
બિગબી સતત છેલ્લા પાંચ દાયકાથી હિન્દી ફિલ્મોમાં એક્ટિવ જોવા મળે છે. તેણે 200 થી વધુ ફિલ્મો કરી છે.અનેક એવોર્ડથી સમ્માનિત થયા છે,. દાદાસાહેબ ફાળકે એવોર્ડથી લઈને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ સુધીના સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયા છે. ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને 16 ફિલ્મફેર પુરસ્કારો જીતનાર અમિતાભ બચ્ચન માત્ર એક અભિનેતા જ નહીં પણ એક પાર્શ્વ ગાયક અને ફિલ્મ નિર્માતા પણ છે. વર્ષ 2015 માં, ફ્રેન્ચ સરકારે તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન નાઈટ ઓફ ધ લીજન ઓફ ઓનરથી પણ સન્માનિત કર્યા.ફિલ્મો સિવાય તેમણએ કોન બનેગા કરોડપતિ જેવા શો ને હોસ્ટ કરીને નામના મેળવી છે.
બિગબીના નામે ઘણા પુસ્કતો લખાયા છે
બિગબી પર અત્યાર સુધી અનેક પુસ્તકો લખાયા ,જેમાં અમિતાભ બચ્ચન: ધ લિજેન્ડ 1999 માં, ટુ બી ઓર નોટ ટુ બી: અમિતાભ બચ્ચન 2004 માં. એબી: ધ લિજેન્ડ (એ ફોટોગ્રાફર્સ ટ્રિબ્યુટ) 2006 માં લખાયેલ છે. વર્ષ 2007માં લૂકિંગ ફોર ઘ બિગબીઃબોલિવૂડ, બચ્ચન એન્ડ મી 2007 અને બચ્ચનાનિયા 2009 2009 માં પ્રકાશિત થયા હતા.
બિગબીની ફિટનેસનું રહસ્ય
બિગ બી પોતાની કિશોરાવસ્થાથી જ વર્કઆઉટ કરવાનું પસંદ કરી રહ્યા છે. તેમને કસરત અને યોગ કરવા પસંદ છે. પ્રખ્યાત ફિટનેસ ટ્રેનર અને ડાયટીષિયન તેમની નિયમિત વર્કઆઉટમાં મદદ કરે છે. બિગ બી રોજ યોગ પણ કરે છે. બિગ બી ને રોજ લીંબુ પાણી પીવું ખૂબ જ પસંગ છે. પેય પદાર્થોમાં તે ફક્ત સાદું કે લીંબુ પાણી પીવું પસંદ કરે છે.આ સાથે જ બિગબી ગમેતેટલા બિમાર હોય છત્તા પણ ર્ક સાથે સંતકળાયેલા રહે છે, આમ સતત કામ કરીને તેઓ તંદુરસ્તી મેળવતા રહે છે, બિગબી વિશ્વભરના લોકો માટે પ્રેરણાદાયક અભિનેતા સાબિત થયા છે.