![ગુજરાતમાં 10 ઓક્ટોબરે કોરોનાના 24 કેસ નોંધાયા,8.58 લાખ લોકોનું વેક્સિનેશન](https://www.revoi.in/wp-content/uploads/2021/08/corona-vaccine-2-2-1.jpg)
ગુજરાતમાં 10 ઓક્ટોબરે કોરોનાના 24 કેસ નોંધાયા,8.58 લાખ લોકોનું વેક્સિનેશન
- રાજ્યમાં કોરોનાવાયરસના કેસ ઓછા થયા
- 10 ઓક્ટોબરના દિવસે 24 કેસ નોંધાયા
- 8.58 લાખ લોકોને મળી વેક્સિન
અમદાવાદ :દેશમાં તથા ગુજરાતમાં કોરોનાવાયરસના કેસ સતત ઓછા થઈ રહ્યા છે. રાજ્ય સરકાર તથા દેશના સ્વાસ્થ્ય તંત્ર દ્વારા જોરદાર કામગીરી કરવામાં આવી છે જે સરાહનીય છે. આવામાં ગુજરાતમાં 10 ઓક્ટોબરે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24 નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,26,142 થઇ છે આ સાથે જ મૃત્યુઆંક 10,086 પર પહોચ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોના કેસોનું સ્તર 14 થી 26 ની વચ્ચે રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 4 દિવસમાં કોરોનાને કારણે 3 દર્દીઓના મોત નીપજ્યા હતા. રાજ્યના મહાનગરોમાં 10 ઓક્ટોબરના રોજ નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 86 કેસ, સુરત શહેરમાં અને વલસાડ જિલ્લામાં 4 -4 કેસ, વડોદરા શહેર અને સુરત જિલ્લાના 2-2 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે 10 ઓક્ટોબરના રોજ 8,58,029 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં આજે થયેલા રસીકરણમાં 18-45 ઉમરવર્ગના 2.30,464 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાયો અને 18-45 ઉમરવર્ગના 3,51,367 લોકોનું બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. જયારે 45 થી વધુ ઉમરના 74,555 લોકોને પ્રથમ ડોઝ અને 1,90,229 લોકોને બીજો ડોઝ અપાયો છે.