
પીએમ મોદી આવતી કાલે સુપ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ ખાતે સમુદ્વ દર્શન પથ થી પ્રદર્શની સુધી અનેક યોજાઓનો આરંભ કરશે
- સોમનાથ ખાતે પીએમ મોદી અનેક યોજનાનો કરશે આરંભ
- પીએમ મોદી 20 ઓગસ્ટે સમુદ્ર દર્શન પથથી પ્રદર્શનીની શરુઆત કરાવશે
દિલ્હીઃ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે 20 ઓગસ્ટના રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થઘામ સોમનાથ મંદિરને લગતા અનેક પ્રોજેક્ટ્સનું વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે.આ બાબતે મળતી માહિતી મુજબ એમ મોદી સોમનાથ સમુદ્ર દર્શન વોક પથ, સોમનાથ એક્ઝિબિશન સેન્ટર અને રિનોવેટેડ અહિલ્યાબાઈ હોલકર સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન તેઓ શ્રી પાર્વતી મંદિરનો શિલાન્યાસ પણ કરશે.
ઉલ્લેખનીય છે લોકડાઉન પહેલાના સમયથી સોમનાથ મંદિર પાસે એક કિલોમીટર લાંબા સમુદ્ર દર્શન વોક બનાવવાની શુઆત કરી હકી જે હવે બનીને તૈયાર છે, અંદાજે 47 કરોડ રૂપિયાનો ખર્ચે તેને બનાવવામાં આવ્યો છે.
આ સાથે જ સોમનાથ મંદિર સંકુલમાં સ્થિત પ્રવાસી સુવિધા કેન્દ્ર નજીક સોમનાથ પ્રદર્શન કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં જૂના મંદિરના અવશેષો પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે. શ્રી પાર્વતી મંદિર જૂના સોમનાથ મંદિર તરીકે પણ ઓળખાય છે. તેના નવીનીકરણ પાછળ 3.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં ડિજિટલ માધ્યમથી ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ માંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે. સાથે જ અમિત શાહ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. શાહે ડિસેમ્બર 2018 માં સમુદ્ર દર્શન પદયાત્રાનો પાયો નાખ્યો હતો