1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદી આવતીકાલે ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ – પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન સાથે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો’ પર બજેટ પછીના વેબિનારને સંબોધિત કરશે
પીએમ મોદી આવતીકાલે ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ – પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન સાથે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો’ પર બજેટ પછીના વેબિનારને સંબોધિત કરશે

પીએમ મોદી આવતીકાલે ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ – પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન સાથે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો’ પર બજેટ પછીના વેબિનારને સંબોધિત કરશે

0
Social Share

 દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 માર્ચ, 2023 એટલે કે આજરોજ ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ – પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન સાથે લોજિસ્ટિક્સ કાર્યદક્ષતામાં સુધારો’ પર બજેટ પછીના વેબિનારને સંબોધન કરશે. અંદાજપત્રીય જાહેરાતોનાં અમલીકરણ માટે વિચારો મેળવવા માટે સરકાર દ્વારા આયોજિત બજેટ પછીના 12 વેબિનાર્સનો આ એક ભાગ છે.

કેન્દ્રીય અંદાજપત્રમાં સાત અગ્રતાઓને અપનાવવામાં આવી છે જે એકબીજાની પૂરક છે અને સમગ્ર “અમૃત કાલ”માં આપણને માર્ગદર્શન આપતા ‘સપ્તર્ષિ’ તરીકે કાર્ય કરે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ એ સરકારનાં પ્રાથમિકતા ધરાવતાં ક્ષેત્રોમાંનું એક છે.

આ વેબિનારનું આયોજન માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (એમઓઆરટીએચ) દ્વારા મુખ્ય મંત્રાલય તરીકે, સહ-મુખ્ય મંત્રાલય તરીકે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડીપીઆઇઆઇટી સાથે સંકલનમાં કરવામાં આવ્યું છે. વેબિનારનું માળખું સંપૂર્ણ ઉદ્‌ઘાટન અને સમાપન સત્રોનાં બંધારણમાં કરવામાં આવશે અને ત્રણ સમાંતર બ્રેકઆઉટ સત્રોમાં વહેંચવામાં આવશે. બ્રેકઆઉટ સત્રોમાં માળખાગત સુવિધા અને રોકાણ સાથે સંબંધિત બજેટની જાહેરાતો, તેનાં અમલીકરણ અને આગળ વધવાના માર્ગ પરનાં સૂચનોને આવરી લેવામાં આવશે.

ત્રણ સમાંતર બ્રેકઆઉટ સત્રો હશે – “બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા સંચાલિત મહત્ત્વપૂર્ણ માળખાગત ઊણપોને ભરવી અને મલ્ટિ-મોડાલિટી મારફતે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો”; ડીપીઆઈઆઈટી દ્વારા સંચાલિત “પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન પર આયોજન” અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા સંચાલિત “માળખાગત વિકાસ અને રોકાણની તકો”.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ આર્થિક વૃદ્ધિ અને વિકાસનું આવશ્યક ઘટક છે, કારણ કે તે બિઝનેસીસને વધુ કાર્યક્ષમ અને અસરકારક રીતે કામ કરવા માટે સક્ષમ બનાવે છે, રોજગારીનું સર્જન કરે છે, અને વ્યક્તિઓ અને સમુદાયો માટે જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણો આર્થિક વૃદ્ધિ માટે ઉચ્ચ ગુણાકારની અસર ધરાવે છે. સરકાર છેલ્લાં થોડાં વર્ષોમાં દેશભરમાં વૈશ્વિક કક્ષાની માળખાગત સુવિધાઓનું નિર્માણ સુનિશ્ચિત કરવા વધારે અંદાજપત્રીય ફાળવણી કરી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ હેઠળ, સરકારે વૈશ્વિક કક્ષાની માળખાગત સુવિધાઓ વિકસાવવાની પોતાની કટિબદ્ધતાને અનુરૂપ માળખાગત મંત્રાલયોની અંદાજપત્રીય ફાળવણીમાં વધારો કર્યો છે. નાણાકીય વર્ષ 2023-24 માટેનું કેન્દ્રીય બજેટ આ વિઝનનું પ્રતિબિંબ છે, જેમાં માળખાગત વિકાસ પર કેન્દ્રિત મૂડીગત ખર્ચની નોંધપાત્ર ફાળવણી કરવામાં આવી છે. આ ખર્ચની અંદર, માર્ગ પરિવહન અને રાજમાર્ગો તથા રેલવે મુખ્ય લક્ષિત ક્ષેત્રો છે, જ્યાં ફાળવણી અનુક્રમે 25 ટકા અને 15 ટકા વધીને અનુક્રમે 2.7 લાખ કરોડ અને 2.4 લાખ કરોડ થઈ ગઈ છે. (ચાર્ટ જુઓ) ફાળવણીમાં નોંધપાત્ર વધારો ભારત સરકારને અગાઉ જાહેર કરવામાં આવેલા લાંબા ગાળાના કાર્યક્રમો અને વિવિધ પહેલનાં અમલીકરણને આગળ ધપાવવાનું ચાલુ રાખવા સક્ષમ બનાવશે તેવી અપેક્ષા છે, જેથી વૈશ્વિક અવરોધો વચ્ચે ભારતના જીડીપી વિકાસને ટેકો મળશે.

કેન્દ્ર સરકારનાં સંલગ્ન મંત્રાલયોના મંત્રીઓ અને સચિવો ઉપરાંત રાજ્યો, ઉદ્યોગો, સંગઠનો, રોકાણ જૂથો, સવલત/છૂટ ધારકો વગેરેમાંથી સંખ્યાબંધ હિતધારકો સામેલ થશે તથા અંદાજપત્રીય જાહેરાતોનાં વધારે સારાં અમલીકરણ માટે સૂચનો મારફતે યોગદાન આપશે. ઉત્પાદકો, ખાનગી ઓપરેટરો, અમલીકરણ એજન્સીઓ, એનજીઓ, સ્વતંત્ર નિષ્ણાતો વગેરે પાસેથી વક્તાઓની યાદી તૈયાર કરવામાં આવી છે, જેથી કેન્દ્રીય બજેટની અસરનાં વિવિધ પરિમાણો પર તેમના વિચારો શેર કરી શકાય અને તેનાં અમલીકરણ અંગે ચર્ચા કરી શકાય.

આ વેબિનાર વર્ચ્યુઅલ મોડમાં હાથ ધરવામાં આવશે અને આમંત્રિતોમાં રાજ્ય સરકારના પ્રતિનિધિઓ, સ્થાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, તકનીકી સંસ્થાઓ, ઉદ્યોગના પ્રતિનિધિઓ, એનજીઓ, સ્વતંત્ર નિષ્ણાતો સહિત અન્ય લોકો સામેલ હશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code