1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદી 12 માર્ચે કર્ણાટકના માંડ્યા અને હુબલી જિલ્લાની મુલાકાત લેશે
પીએમ મોદી 12 માર્ચે  કર્ણાટકના માંડ્યા અને હુબલી જિલ્લાની મુલાકાત લેશે

પીએમ મોદી 12 માર્ચે કર્ણાટકના માંડ્યા અને હુબલી જિલ્લાની મુલાકાત લેશે

0
Social Share
  • પીએમ મોદી 12 માર્ચે કર્ણાટકની મુલાકાતે
  • હુબલી અને માંડયાની લેશે મુલાકાત  
બેંગ્લુરુ-  કર્ણાટકમાં વિધાનસભઆની ચૂંટણીઓને લઈને દરેક પાર્ટી અત્યારથી જ તૈયારીમાં છે બરાબર કમર કસી રહી છે ત્યારે બીજેપી પણ એડી ચોંટીનું જોર લવગાવી રહી છએ આ સંદર્ભે પીએમ મોદીની કર્ણાચકની મુલાકાત સતત વધતી જઈ રહી છે ત્યારે આગામી 12 માર્ચના રોજ પણ પીએમ મોદી ફરી કર્ણાટકની મુલાકાત લેવા જઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં મે સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે.કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ રવિવારે આ માહિતી આપી હતી  અને કહ્યું, “વડાપ્રધાન મંડ્યા જિલ્લાના મદ્દુર ખાતેના કાર્યક્રમોમાં હાજરી આપવા માટે 12 માર્ચે કર્ણાટકની મુલાકાત લેશે અને પછી બપોરે 2 વાગ્યાની આસપાસ હુબલી પહોંચશે, જ્યાં તેઓ IIT ધારવાડનું ઉદ્ઘાટન કરશે.” ત્યારપછી તેઓ નજીકના સ્થળે વિશાળ જાહેર સભાને સંબોધશે.

પીએમ મોદી 12 માર્ચે ચૂંટણીલક્ષી કર્ણાટકના માંડ્યા અને હુબલી-ધારવાડ જિલ્લાની મુલાકાત લેશે. . આ વર્ષની શરૂઆતથી, મોદી અવારનવાર રાજ્યમાં શિલાન્યાસ કરવા અથવા વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવા ગયા છે. ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે રાજ્યમાં તેના પ્રચારને વેગ આપ્યો છે અને મોદીએ વિશાળ જાહેર સભાઓને પણ સંબોધિત કરી છે.ત્યારે ફરી તકેઓ કર્ણાટકની જનતાને રિઝવવાના પ્રયત્ન કરતા જોવા મળશે
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code