
PM મોદીએ દેશવાસીઓને રામનવમીના પાવન પર્વની પાઠવી શુભકામનાઓ , કહ્યું ‘ભગવાન રામનું જીવન દરેક યુગમાં માનવતાની પ્રેરણાશક્તિ બની રહેશે’
- પીએમ મોદીએ રામનવમીની શુભેચ્છાઓ પાઠવી
- ભગવાન રામના જીવનને યુગ સુઘધી પ્રેરણાત્મક ગણાવ્યું
દિલ્હીઃ- આજે 30 માર્ચના રોજ સમગ્ર દેશભરમાં રામનવમીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છએ ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આજના આ પાવન પર્વને લઈને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.
રામનવમીના અવસર પર પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે અને લખ્યું છે કેરામ નવમીના શુભ અવસર પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ત્યાગ, તપ, સંયમ અને સંકલ્પ પર આધારિત મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રનું જીવન દરેક યુગમાં માનવતા માટે પ્રેરણારૂપ બની રહેશે.
આ સહીત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રામ નવમીની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને તમામ લોકોને તેમના જીવનના દરેક ક્ષેત્રમાં ભગવાન રામના આદર્શોનું પાલન કરવા જણાવ્યું હતું.
મુર્મુએ તેમના સંદેશમાં કહ્યું કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની જન્મજયંતિ પર ઉજવવામાં આવતા આનંદ અને સમૃદ્ધિથી ભરેલો આ તહેવાર આપણને નિઃસ્વાર્થ સેવા અને પ્રેમ, કરુણા, માનવતા અને માર્ગનો સંદેશ આપે છે. બલિદાન. અપનાવવા પ્રેરે છે. “આપણે આપણા જીવનના દરેક ક્ષેત્રમાં ભગવાન રામના આદર્શોને આત્મસાત કરવા જોઈએ અને આપણે ભારતને ગૌરવપૂર્ણ રાષ્ટ્ર બનાવવા માટે પોતાને સમર્પિત કરવું જોઈએ,”
દેશભરમાં આજે ઘીમઘામ પૂર્વક રામનવમીની ઉજવણીઓ થઈ રહી છે ખાસ વાત કરીએ ભગવાનના રામના અયોધ્યાની તો આજે અહીનો માહોલ કોી ઉત્ખૂસવથી ઓછો નછી ચારે બાજૂ વાતાવરણ ભક્બતિ મય બન્યું છે.અહી આજરોજ બપોરે 12 વાગ્યાથી ભગવાન રામલલાના મંદિરમાં રામ જન્મોત્સવનો પ્રારંભ થશે. આ માટે રામલલાના અસ્થાયી મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.
ગૃહમંત્રી અમિત શાહે પણ રામ નવમીના અવસર પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. અમિત શાહે ટ્વીટ કરીને લખ્યુ, ‘રામ નવમીના મહાન તહેવાર પર સૌને હાર્દિક અભિનંદન. મર્યાદા પુરૂષોત્તમ પ્રભુ શ્રી રામે ધર્મ અને સત્યના માર્ગે ચાલવાની સાથે સમગ્ર માનવ જગતને વિકટ પરિસ્થિતિમાં પણ ધીરજ અને સૌ પ્રત્યે દયા રાખવાની શીખ આપી હતી. જય શ્રી રામ!’