
પીએમ મોદીના ભાઈની કારને નડ્યો અકસ્માત,કર્ણાટકના મૈસુર તાલુકામાં બની અકસ્માતની ઘટના
- પીએમ મોદીના ભાઈની કારને નડ્યો અકસ્માત
- કર્ણાટકના મૈસુર તાલુકામાં બની અકસ્માતની ઘટના
- પ્રહલાદભાઈ મોદીના પરિવારને નડ્યો અકસ્માત
- પ્રહલાદ મોદી ,તેમના પુત્રવધુ અને પૌત્રને પહોંચી ઈજા
અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહલાદ મોદીની કારને અકસ્માત નડ્યો છે.જ્યારે પ્રહલાદ તેના પરિવાર સાથે મૈસૂરથી બાંદીપુરા જઈ રહ્યા હતા, ત્યારે તેની કારને અકસ્માત નડ્યો અને આ ઘટનામાં પ્રહલાદ મોદી, તેમનાં પુત્રવધૂ અને પૌત્રને ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે તેમના પુત્ર અને ડ્રાઇવર સત્યાનારાયણને સામાન્ય ઈજા પહોંચી છે..પરિવારને મૈસુરની જેએસએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં પ્રહલાદ સાથે તેનો પુત્ર મેહુલ હાજર હતો.તે સમયે કારમાં મેહુલના બાળકો પણ હતા.પરંતુ તેમની કારને મૈસૂર નજીક બાંદીપુરામાં અકસ્માત થયો હતો. વાસ્તવમાં વાહન ડિવાઈડર સાથે અથડાયું અને તેના કારણે જ અકસ્માત થયો.જે તસવીરો સામે આવી છે તેમાં વાહનનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે, ટાયર પણ ફાટી ગયું છે.
પ્રહલાદ મોદીની વાત કરીએ તો તેઓ હંમેશા રાજકારણથી દૂર રહ્યા છે, પરંતુ તેમણે પોતાને સામાજિક કાર્યોમાં વ્યસ્ત રાખ્યા છે.તેઓ ઓલ ઈન્ડિયા ફેર પ્રાઈસ શોપ ડીલર્સ ફેડરેશન (AIFPSDF)ના ઉપાધ્યક્ષ છે અને તેમના વતી રાશનના ઊંચા ભાવનો મુદ્દો અનેક પ્રસંગોએ ઉઠાવવામાં આવ્યો છે.એવું કહેવાય છે કે,જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, તે સમયે પણ પ્રહલાદ તરફથી આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.તે ઈચ્છતા હતા કે,ગરીબોને વ્યાજબી ભાવે રાશન મળવું જોઈએ.