1. Home
  2. ગુજરાતી
  3. કાશ્મીર પર આજે પાકિસ્તાનની બોલતી બંધ કરશે PM મોદી, UNGAમાં સાંજે 7:50 વાગ્યે ભાષણ
કાશ્મીર પર આજે પાકિસ્તાનની બોલતી બંધ કરશે PM મોદી, UNGAમાં સાંજે 7:50 વાગ્યે ભાષણ

કાશ્મીર પર આજે પાકિસ્તાનની બોલતી બંધ કરશે PM મોદી, UNGAમાં સાંજે 7:50 વાગ્યે ભાષણ

0
  • યુએનજીએમાં પીએમ મોદીનું આજે ભાષણ
  • પીએમ મોદી બાદ ઈમરાનખાનનું થશે સંબોધન
  • પીએમ મોદી આતંકવાદનો મુદ્દો સંબોધનમાં ઉઠાવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. તેમનું આ ભાષણ સાંજે 7.50 વાગ્યે શરૂ થશે. કહેવામાં આવે છે કે પીએમ મોદી આ મંચ પરથી આખી દુનિયાને આતંકવાદ વિરુદ્ધની લડાઈ માટે એકજૂટ કરશે. વડાપ્રધાન મોદી બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનનું ભાષણ થશે.

તાજેતરમાં હ્યૂસ્ટન ખાતે હાઉડી મોદી કાર્યક્રમમાં પણ વડાપ્રધાન મોદીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે અહીં કહ્યુ હતુ કે હવે સમય આવી ગયો છે કે તેમની વિરુદ્ધ નિર્ણાયક લડાઈ લડવામાં આવે. માનવામાં આવે છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વડાપ્રધાન મોદી ફરી એકવાર પાકિસ્તાન પર નિશાન સાધે તેવી શક્યતા છે.

હાઉડી મોદી કાર્યક્રમમાં પાકિસ્તાનનું નામ લીધા વગર તેમણે કહ્યુ હતુ કે ભારતના નિર્ણયો (કાશ્મીર પર)થી તેમને મુશ્કેલી છે, કે જેમનાથી પોતાનો દેશ સંભાળી શકાતો નથી. આ તે છે જે કટ્ટરપંથીઓને પાળે-પોષે છે.

બીજી તરફ ઈમરાન ખાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફરી એકવાર કાશ્મીરનો રાગ આલપશે તેવું નિશ્ચિત મનાય છે. કહેવામાં આવે છે કે પાકિસ્તાન પાસે કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉઠાવવાનો આ આખરી મોકો હશે. આ મુદ્દા પર અત્યાર સુધી પાકિસ્તાનને દરેક ઠેકાણે નિરાશા જ મળી છે.

મહત્વપૂર્ણ છે કે ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે ભારત અને પાકિસ્તાન બે પરમાણુ શક્તિઓ છે અને તેવામાં બંને દેશોએ કાશ્મીરના મુદ્દાને ઉકેલવો જોઈએ. તેમણે એ પણ કહ્યુ છે કે તેઓ બંને દેશોની વચ્ચેના મુદ્દાને ઉકેલવાની પુરી કોશિશ કરશે.

ભારતનું માનવું છે કે કાશ્મીર એક દ્વિપક્ષીય મામલો છે અને તેમા કોઈ ત્રીજા દેશનો હસ્તક્ષેપ તેમને મંજૂર નથી. ટ્રમ્પની વાતો પર પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ હતુ કે આ મુદ્દા પર વડાપ્રધાન અને વિદેશ પ્રધાન પહેલા જ પોતાની વાત રજૂ કરી ચુક્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.