1. Home
  2. ગુજરાતી
  3. વિશ્વ જળ દિવસ-2021: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ જલ શક્તિ અભિયાન: કેચ ધ રેન’નો શુભારંભ કરશે

વિશ્વ જળ દિવસ-2021: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ જલ શક્તિ અભિયાન: કેચ ધ રેન’નો શુભારંભ કરશે

0
Social Share
  • પીએમ મોદી જલ શક્તિ અભિયાનનો કરશે પ્રારંભ
  • વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરશે શુભારંભ
  • 22 માર્ચથી ૩૦ નવેમ્બર સુધી ચાલશે આ અભિયાન

દિલ્લી: આજે વિશ્વ જળ દિવસ છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘જલ શક્તિ અભિયાન: કેચ ધ રેન’નો શુભારંભ કરશે. આનાથી ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓને દુષ્કાળથી રાહત મળશે.

સોમવારે પીએમની ઉપસ્થિતિમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય,મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને ઉતરપ્રદેશના મુખ્યમંત્રી વચ્ચે કેન બેતવા લીંક પ્રોજેક્ટને લાગુ કરવાના કરાર પર હસ્તાક્ષર કરશે. કેન બેતવા લીંક પ્રોજેક્ટ નદીઓના જોડાણ માટેના રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજનાનો પ્રથમ પ્રોજેક્ટ છે.

આ અભિયાન ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં ચલાવવામાં આવશે. તેનો હેતુ વરસાદના પાણીનો સંગ્રહ કરવાનો છે. સમગ્ર દેશમાં 22 માર્ચ 2021 થી 30 નવેમ્બર 2021 સુધી ચોમાસા પહેલા અને ચોમાસા દરમિયાન આ અભિયાન ચલાવવામાં આવશે. લોકોની સહભાગીદારીથી તે તળિયા સ્તરે જળસંચયની આંદોલન તરીકે શરૂ કરવામાં આવશે.

-દેવાંશી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code