Site icon Revoi.in

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ દરમિયાન PM શરીફે પૂર્વ PM નવાઝ શરીફ સાથે કરી વાતચીત

Social Share

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) ના પ્રમુખ નવાઝ શરીફને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (એનએસસી) ની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી. ભારતે સિંધુ જળ સંધિ (IWT) સસ્પેન્ડ કર્યા બાદ આ બેઠક બોલાવવામાં આવી હતી. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે આ કડક પગલું ભર્યું હતું.

શાહબાઝ શરીફે તેમની મુલાકાત દરમિયાન નવાઝ શરીફને કહ્યું કે આ ફોલ્સ ફ્લેગ ઓપરેશનછે. આનો અર્થ એ થયો કે આ પ્રદેશમાં અસ્થિરતા ફેલાવવા માટે ભારતીયો દ્વારા જાણી જોઈને કરવામાં આવ્યું હતું. શાહબાઝ શરીફે કહ્યું કે ભારતના આ એકપક્ષીય પગલાથી બંને દેશો વચ્ચે યુદ્ધનો ખતરો વધુ વધી ગયો છે. આ બેઠકમાં પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝ પણ હાજર હતા.

વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાન શાંતિ માટે પ્રતિબદ્ધ છે, પરંતુ દેશની સુરક્ષા સાથે કોઈ સમાધાન થઈ શકે નહીં. ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, પીએમએલ-એનના એક સૂત્રએ જણાવ્યું હતું કે નવાઝ શરીફ ઇચ્છે છે કે તેમની સરકાર બંને દેશો વચ્ચે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે વાટાઘાટો દ્વારા ઉકેલ શોધે. તેમણે કહ્યું કે નવાઝ આક્રમક વલણ અપનાવવા તૈયાર નથી.

અગાઉ, સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ભારતને આ ઘટનાની તપાસ માટે અમેરિકા, ઈરાન, ચીન, રશિયા અને બ્રિટનના અધિકારીઓ સહિત એક આંતરરાષ્ટ્રીય કમિશન બનાવવાની ઓફર કરી હતી. તેમણે કહ્યું કે જો આવું થશે તો પાકિસ્તાન દુનિયા સમક્ષ તથ્યો રજૂ કરશે. તેમણે કહ્યું, “અમે જાણીએ છીએ કે આ માત્ર એક નાટક હતું, પરંતુ અમે આ જુઠ્ઠાણાને ઉજાગર કરવા માટે કોઈપણ કમિશન સાથે કામ કરવા તૈયાર છીએ. જોકે, જો ભારત કંઈ કરવાની હિંમત કરશે, તો અમે પાછળ હટીશું નહીં.”