Site icon Revoi.in

મુંબઈમાં હોટ એર બલૂન અને ડ્રોનના ઉડાન ઉપર પોલીસે ફરમાવ્યો પ્રતિબંધ

Social Share

મુંબઈઃ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે એક મોટો નિર્ણય લીધો છે. પોલીસે એક મહિના માટે ડ્રોન, રિમોટ-કંટ્રોલ્ડ માઇક્રોલાઇટ એરક્રાફ્ટ, પેરાગ્લાઇડર્સ અને હોટ એર બલૂનના ઉડાન પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ 4 એપ્રિલથી અમલમાં આવશે. તેમ ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ જારી કરાયેલ પ્રતિબંધક આદેશ 4એપ્રિલથી 5 મે સુધી અમલમાં રહેશે. આતંકવાદીઓ અને અસામાજિક તત્વોથી લોકોની સુરક્ષા માટે ખતરો છે. ઉડતી વસ્તુઓ પર પ્રતિબંધ અંગેના આદેશનું પાલન ન કરવાના કિસ્સામાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

મુંબઈ પોલીસ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, આતંકવાદીઓ અને અસામાજિક તત્વો તેમના હુમલામાં ડ્રોન, રિમોટ-કંટ્રોલ્ડ માઇક્રોલાઇટ એરક્રાફ્ટ, પેરાગ્લાઇડર્સનો ઉપયોગ કરી શકે છે અને VVIP ને નિશાન બનાવી શકે છે, લોકોના જીવનને જોખમમાં મૂકી શકે છે, તેમજ જાહેર સંપત્તિનો નાશ કરી શકે છે અને મુંબઈ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડી શકે છે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ઉડતી વસ્તુઓથી થતા સંભવિત નુકસાનને રોકવા માટે, શહેરમાં આવા તત્વોની પ્રવૃત્તિઓ પર ચોક્કસ નિયંત્રણો લાદવાની જરૂર છે, જેના માટે ચોક્કસ નિવારક પગલાં લેવાની જરૂર છે. આને ધ્યાનમાં રાખીને, મુંબઈ પોલીસે ડ્રોન, રિમોટ-કંટ્રોલ્ડ માઇક્રોલાઇટ એરક્રાફ્ટ, પેરાગ્લાઇડર્સની ઉડાન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

મુંબઈ પોલીસના અધિકારક્ષેત્રમાં પોલીસ હવાઈ દેખરેખ અથવા ડીસીપી (ઓપરેશન્સ) ની વિશેષ પરવાનગી સિવાય ડ્રોન, રિમોટ-કંટ્રોલ્ડ માઇક્રોલાઇટ એરક્રાફ્ટ, પેરાગ્લાઇડર્સની ઉડાન પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે નહીં. મુંબઈ પોલીસના આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે આદેશનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિને ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 (જાહેર સેવક દ્વારા જાહેર કરાયેલા કાયદેસરના આદેશનો અનાદર) હેઠળ સજા કરવામાં આવશે.