હિંમતનગર, 13 માર્ચ 2026: Police fire on accused trying to escape from police custody અરવલ્લીના શામળાજી નજીક પોલીસ જાપ્તામાંથી નાસી જવાનો પ્રયાસ કરતા ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા આરોપી શકાજી ડાંગી પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ દ્વારા ફાયરિંગ કરાતા આરોપીને હાથમાં ગોળી વાગતા સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, રાજસ્થાનથી ધરપકડ કરીને ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા આરોપી શકાજી ડાંગીને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ ગુજરાત લાવી રહી હતી ત્યારે શામળાજી નજીક આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં આરોપીના જમણા હાથમાં ગોળી વાગતા તેને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ગુજસીટોકના ગુનાના આરોપી શકાજી ડાંગીની રાજસ્થાનથી અટકાયત કરી ગુજરાત લાવી રહી હતી. આ દરમિયાન શામળાજી નજીક માર્ગ પર આરોપીએ પોલીસને ચકમો આપી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે SMCની ટીમે ફાયરિંગ કરવું પડ્યું હતું, જેમાં એક ગોળી આરોપીના જમણા હાથે વાગી હતી. ઈજાગ્રસ્ત આરોપીને પ્રાથમિક સારવાર બાદ તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા SMCના ઉચ્ચ અધિકારીઓ સહિત એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના PI પી.એમ. ચૌધરી અને LCB PI ડી.સી. સાકરીયા કાફલા સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલ હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તબીબો દ્વારા આરોપીની સારવાર ચાલી રહી છે.

