Site icon Revoi.in

આંધ્રપ્રદેશમાં પોલીસે 3 માઓવાદીઓને ઠાર માર્યાં

Social Share

હૈદરાબાદઃ દેશમાં સુરક્ષાદળોએ આતંકવાદીઓ અને નક્સલવાદીઓ સામે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન આંધ્રપ્રદેશમાં પોલીસે ત્રણ માઓવાદીઓને ઠાર માર્યા હોવાનું જાણવા મળે છે. જ્યારે અન્ય માઓવાદીઓને ઝડપી લેવા માટે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

આંધ્રપ્રદેશ પોલીસે સર્ચ ઓપરેશન દરમિયાન ત્રણ માઓવાદીઓને ઠાર માર્યા હોવાનું જાણવા મળે છે. પોલીસે જણાવ્યું કે આ કાર્યવાહી અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં સર્ચ ઓપરેશન દરમિયાન કરવામાં આવી હતી. એસપીએ જણાવ્યું કે માઓવાદીઓના AOBSZC (આંધ્ર ઓડિશા બોર્ડર સ્પેશિયલ ઝોનલ કમિટી) સેક્રેટરી ઉદય અને પૂર્વી ડિવિઝન સેક્રેટરી અરુણા આંધ્ર-ઓડિશા બોર્ડર (AOB) માં અન્ય એક કેડર સાથે માર્યા ગયા હતા. અલ્લુરી સીતારામરાજુ જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) અમિત બારદારે જણાવ્યું કે એન્કાઉન્ટરમાં ત્રણ માઓવાદીઓ માર્યા ગયા છ. તેમજ અન્ય માઓવાદીઓને ઝડપી લેવા માટે તપાસ ચાલુ છે. પોલીસે આદિવાસી વિસ્તારોમાં દેખરેખ વધારી દીધી છે.

Exit mobile version