
અમદાવાદમાં 31 ને લઈને પોલીસની તૈયારીઓ સખ્ત – જાણો આ વર્ષે પોલીસ શું મૂડમાં છે, પડી શકે છે તમારી પાર્ટીમાં ખલેલ
- અમદાવાદ પોલીસ 31 ને લઈને બની સખ્ત
- નશાની હાલત તમને પડશે ભારી
અમદાવાદઃ- હવે ન્યુએરને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છએ ત્યારે યંગસટ્ર્સ અત્યારથી જ 31 ની પાર્ટીની તૈયારીઓમાં લાગી ગયા છે.જો કે આવી સ્થિતિમાં દારુનું સેવન ડ્રગ્સનું સેવન કરવાનું પ્રમાણ વધે છે પરંતુ સામે પોલીસ પણ નશેડીઓની હરકત પર બાજ નડજર રાખીને સતર્ક રહે છએ ત્યારે અમદાવાદ શહેરમાં આ વર્ષે પોલીસનો એક્શન પ્લાન રેડી થઈ ગયો છે જે પ્રમાણે કોઈ પણ નશઆની હાલતમાં પકડાશે તો તેની ખેર રહેશે નહી.
આ વર્ષે રાજ્યની પોલીસે આ માટેની તમામ તૈયારીઓ કરી લીધી છે. નવા વર્ષની ઉજવણી વખતે દારુની રેલમછેલ જો થઈ છે તો આ વખતે પોલીસ સખ્ત બની છે આવા લોકો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે, દારુના નશામાં જો પકડાશે તો પોલીસ તેના સામે પગલા લેશે કારણ કે આ વખતે એક નહી સો નહી પણ 14 હજાર પોલીસ કર્મીઓ આ બોગદબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે.
ખાસ કરીને અમદાવાદના જાણીતા વિસ્તાર કે જ્યા 31ની રાત્રે મોટી સંખ્યામાં લોકોનો જમાવડો થાય છે ત્યા પોલીસ સતર્ક રહેશે જેમાં સીજી રોડ, સિંધુભવન રોડ, એસજી હાઈવે તથા ખાનગી ફાર્મ હાઉસનો સમાવેશ થાય છેય તમામ સ્થળશો પર પોલીસની નર અટકેલી છે. આ સાથે જ 31 ડિસેમ્બરે રાતે 11.55થી 12.30 સુધી ફટાકડા ફોડવાની મંજુરી મળી છે.ઉલ્લેખનીય છે કે કોરોનાનો ડર ફરી એક વખત સતાવી રહ્યો છએ આવી સ્થિતિમાં પોલીસ બંદોબસ્ત કડક રહે તે પણ જરુરી છે.
જો અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરમાં પ્રથમ વખત ડ્રગ્સ ટેસ્ટિંગ કિટનો પણ ઉપયોગ કરવામાં આવવાનો છે . ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ પર પોલીસની બાજ નજર રહેશે જેથી દરેકે લોકોએ આ બધી બાબતોથી દૂર રહેવું પોતાના માટે હિતાવહ છે.
ન્યુયરની પાર્ટીમાં. શહરેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 14 હજાર જેટલા પોલીસ કર્મીઓ કાર્યમાં જોતરાયા છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પ્રોહિબિશનની ડ્રાઈવ પણ યોજાશે. 4 હજાર હોમગાર્ડ, 15 SRPની કંપની, સીસીટીવી, સર્વલન્સ વેન, 300 જેટલા બોડી વોર્ન કેમેરા, 300થી વધુ બ્રેથ એનેલાઈઝરની કિટો, ડ્રગ્સ ટેસ્ટિંગની કિટો સહિત પોલીસ તહેનાત રહેશે.