અમદાવાદઃ શહેરમાં રવિવારે સાંજથી પડેલા ભારે વરસાદથી શહેરીજનોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ હતું. વરસાદના પાણી રસ્તા, મકાનો અને દુકાનોમાં ભરાઈ ગયાં હતાં. રોડ પર પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો. આ સમયમાં ભારે વરસાદને કારણે વેજલપુરના એક પિતા તેમની બે બાળકીઓ સાથે દવાખાનામાં ફસાઈ ગયાં હતાં. કોઈપણ વ્યક્તિએ તેમને ઘરે પહોંચાડવા માટે મદદ ના કરી પરંતુ પોલીસે માનવતા બતાવીને તેમને સહી સલામત ઘરે પહોંચાડ્યા હતાં.
શહેરમાં ધોધમાર વરસી રહેલા વરસાદે સૌ કોઈને હચમચાવી નાંખ્યા હતાં. અનેક લોકો રસ્તામાં પાણી ભરાઈ જવાને કારણે ફસાઈ ગયાં હતાં. આ સમયે વેજલપુરમાં રહેતો પરિવાર તેમની બે બાળકીઓને લઈને દવાખાને ગયો હતો પરંતુ વરસાદને કારણે ત્યાં જ ફસાઈ ગયો હતો. હવે ઘરે કેવી રીતે જવું તેની ચિંતા સતાવતી હતી. આ બાબતની જાણ પોલીસને કરતાં પોલીસ વેનમાં જવાન પહોંચી ગયાં હતાં અને પરિવારને વાનમાં બેસાડી બે નાની બાળકીઓને પોતાના સંતાનની જેમ સાચવીને સહી સલામત ઘરે પહોચાડ્યા હતાં. આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા પોલીસબેડામાં પોલીસની કામની પ્રશસા થઈ રહી છે.
વેજલપુર વિસ્તારમાં વરસાદના પાણી ભરાઈ ગયાં હતાં. ત્યાં વાહન લઈને જવામાં પણ જોખમ હતું. આ સમયે પરિવારને ચિંતા હતી કે દવાખાનેથી પરત ઘરે કેવી રીતે જવું. કોણ મદદ કરશે. આ પરિવાર પોતાની બાળકીઓ સાથે દવાખાને હતો. વરસાદમાં આખી રાત દવાખાને રહ્યા બાદ તેમને ઘરે લઈ જવા માટે કોઈ વાહન મળતું નહતું. આ સમયે વેજલપુર પોલીસની ટીમ મદદ આવી હતી. વેજલપુર પોલીસે બંને બાળકીઓને તેના પરિવાર સાથે પોલીસ વેનમાં બેસાડીને ઘર સુધી પહોંચાડ્યા હતા આ સમગ્ર વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ અંગે ઝોન-7 DCP ભગીરથસિંહ જાડેજા જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે.