દિલ્હીની એનસીઆરમાં ફરી પ્રદુષણ વધ્યું – હવા દુષિત બનતા ગ્રેપ 2 લાગૂ
- દિલ્હીની હવા બની પ્રુદિષત
- ફરી ગ્રેપ ટૂ લાગૂ કરવામાં આવ્યું
દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીની આબોહવા સામાન્ય રીતે પ્રદુષિત હોય છે જો કે છેલ્લા થોડા દિવસમાં ઠંડી ઓછી થવાની સાથે જ હવા પમ સુધરી હતી જો કે ફરી દિલ્હીવાસીઓને ષશ્વાસ લેવું મનુશ્કેલ બન્યું છે એર ક્વોલિટી ઈન્ડેક્ષ એક વાર ફરી ખરાબ શ્રેણીમાં નોંધાયો છે.આ સાથે જ લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ હતું. જ્યારે ગુરુવારે લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 28.7 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધુ જોવા મળે છે.
આજરોજ દિલ્હી સહિત સમગ્ર NCRમાં ફરી એકવાર પ્રદૂષણની ચાદર છવાઈ ગઈ છે.મીડિયા રિપોર્ટની વાત જો માનીએ તો રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તામાં ઘટાડો થયો છે. આ પ્રદુષણને લઈને કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ દ્વારા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના બીજા તબક્કાનો તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવ્યો છે.