Site icon Revoi.in

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિમાં અનુસ્નાતકમાં પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ

Social Share

પાટણઃ  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. ઉત્તર ગુજરાતની 240થી વધુ કોલેજોમાં 21,000થી વધુ બેઠકો ઉપર વિદ્યાર્થીઓને અનુસ્નાતકમાં પ્રવેશ આપવામાં આવશે.

રાજ્યની સમામ સરકારી યુનિવર્સિટીઓમાં સ્નાતક અને અનુસ્નાતકમાં જીકાસ પોર્ટલ દ્વારા ઓનલાઈન પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેમાં અનુસ્નાતકમાં પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ કરાયો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અનુસ્નાતકની 21000 જેટલી બેઠકો ઉપલબ્ધ છે. જીકાસના પોર્ટલ પર વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જીકાસની સૂચના મુજબ દરેક કોલેજમાં હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ કોઈપણ કોલેજમાં જઈને નિઃશુલ્ક ફોર્મ ભરાવી શકશે. માત્ર સરકારે નક્કી કરેલી ફોર્મ ફી ઓનલાઈન ભરવાની રહેશે.

ઉત્તર ગુજરાતમાં અનુસ્નાતક અભ્યાસ માટે અંદાજે 20,000 વિદ્યાર્થીઓની સંખ્યા છે. આથી મોટાભાગના વિદ્યાર્થીઓને મેરિટ આધારે પ્રવેશ મળી રહેશે. શહેરની પ્રસિદ્ધ કોલેજોમાં પ્રવેશ માટે સ્પર્ધા રહેશે. અન્ય કોલેજોમાં ચાર રાઉન્ડમાં મેરિટ આધારિત પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. જો બેઠકોની સંખ્યા ઓછી પડશે તો યુનિવર્સિટી વધુ બેઠકોની મંજૂરી આપશે. આમ, તમામ વિદ્યાર્થીઓને પ્રવેશની તક મળી રહેશે.

Exit mobile version