1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારતમાં હવે ગરીબી 10 ટકાથી ઓછી થઈ: રામ માધવ
ભારતમાં હવે ગરીબી 10 ટકાથી ઓછી થઈ: રામ માધવ

ભારતમાં હવે ગરીબી 10 ટકાથી ઓછી થઈ: રામ માધવ

0
Social Share

અમદાવાદઃ યંગ ઈન્ડિયાના પથ બ્રેકર્સ ઈવેન્ટમાં RSS ના એક્ઝિક્યૂટિવ મેમ્બર રામ માધવ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે સભાખંડમાં બેસેલા લોકોને સંબોધિત કર્યા હતા, તેમણે પોતાના સંબોધનની શરુઆતમાં અમૃત મહત્સવનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ તેમણે ભારત આઝાદ જ થવાની વાતને લઈને કહ્યું કે, “ભારતને આઝાદી એક સંસ્થા કે એક વ્યક્તિના કારણે નહીં પણ જુદા- જુદા નેતાઓના યોગદાનના કારણે મળી છે”

યંગ ઈન્ડિયા પથ બ્રેકર્સ 2.0: હેલ્થ સેકટરને વધુ સુદ્રઢ બનાવા એપોલો હોસ્પિ.ના જોઈન્ટ MD સંગીતા રેડ્ડીનું આહવાન

તેમણે આગળ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ઘણા સુધારા જોવા મળ્યા છે,ભારતમાં હવે ગરીબી 10 ટકાથી ઓછી થઈ છે,આ ઉપરાંત તેમણે ભારતના વિકાસને લઈને એમ પણ કહ્યું કે ભારત આજે સ્પેસ સેક્ટર સિવાય દરેક ક્ષેત્રમાં વિકાસ પામી રહ્યું છે,અને આ તમામ વસ્તુઓ આપણાને ગૌરવ અપાવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, દરેક દેશ મહાન ત્યારે હોય છે જ્યારે તેમના પાસે મહાન લીડર હોય છે જેનું વિઝલ લાબું હોય છે,ભારત 30 વર્ષ પહેલા અંડર ડેવલપિંગ દેશ હતો જેને હવે અત્યારે ડેવલપિંગ દેશમાં ગણવામાં આવે છે. આ પ્રકારે ભારતમાં પણ સુધારા વધારા આર્થિક રીતે થવા જોઈએ.

તેમણે આ મામલે ચીનનું ઉદાહરણ આપતા કહ્યું કે આજથી 40 વર્ષ પહેલા ભારત અને ચીનની ઈકોનોમિ એક સરખી હતી પણ આજે ચીન આપણાથી  6  -7 ગણું વધુ આગળ જોવા મળે છે. તો ભારત પાછળ ક્યા રહી ગયું. ભારતે પણ ચીનની જેમ માત્રે ઈકોનોમિને મજબૂત કરવા પર ધ્યાન આપવું જોઈએ જે ચીને 1978થી લઈને 1998 સુધી કર્યું હતુ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code