Homeગુજરાતીદેશ-વિદેશપ્રજ્ઞાનંધાએ ઇતિહાસ રચ્યો, કારુઆનાને હરાવીને પ્રથમ ગ્રાન્ડ ચેસ ટૂર ટાઇટલ જીત્યું

પ્રજ્ઞાનંધાએ ઇતિહાસ રચ્યો, કારુઆનાને હરાવીને પ્રથમ ગ્રાન્ડ ચેસ ટૂર ટાઇટલ જીત્યું

નવી દિલ્હી, 28 ઓગસ્ટ 2026: ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંદે શાનદાર પુનરાગમન કરતાં અમેરિકાના દિગ્ગજ ખેલાડી ફેબિયાનો કારુઆનાને હરાવીને પ્રતિષ્ઠિત ગ્રેન્ડ ચેસ ટુર (GCT)નું ટાઈટલ પોતાના નામે કરી લીધું છે. આ ટ્રોફી જીતનારા પ્રજ્ઞાનંદ વિશ્વના પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા છે. સેન્ટ લુઈસ ચેસ ક્લબમાં રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં પ્રજ્ઞાનંદે પાછળ રહ્યા બાદ અદભુત વાપસી કરી હતી અને આખરે કારુઆનાને 15-13થી હરાવીને પોતાનું પહેલું જીસીટી ટાઇટલ જીતી લીધું હતું. આ ઐતિહાસિક વિજય સાથે તેમને વિજેતા તરીકે 2લાખ અમેરિકન ડોલરની મસમોટી પુસ્કાર રકમ મળી છે.

પાંચ વખતના વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા 21 વર્ષીય ચેન્નાઈના આ ખેલાડીએ દિવસની શરૂઆત કારુઆના સામે છ અંકથી પાછળ રહીને કરી હતી. જોકે, તેમણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા બંને રેપિડ મુકાબલા જીતી લીધા અને બે અંકની લીડ મેળવી લીધી (રેપિડમાં દરેક જીત માટે ચાર અંક મળે છે). ત્યારબાદ બ્લિટ્ઝના ચાર મુકાબલામાં બંને ખેલાડીઓએ એક-એક ગેમ જીતી હતી, જ્યારે બે મુકાબલા ડ્રો રહ્યા હતા. પ્રજ્ઞાનંદે ત્રીજી બ્લિટ્ઝ ગેમ જીતીને પોતાની બે અંકની બઢત જાળવી રાખી હતી. છેલ્લી ગેમમાં પ્રજ્ઞાનંદ માટે માત્ર એક ‘ડ્રો’ જ ખિતાબ જીતવા માટે પૂરતો હતો અને તેમણે સાવચેતીપૂર્વક રમીને ડ્રો મેળવી લીધો અને ઐતિહાસિક વિજય નોંધાવ્યો.

આ શાનદાર જીત સાથે પ્રજ્ઞાનંદ ઉપરાંત કારુઆના અને અમેરિકાના જ વેસ્લી સો માટે આગામી વર્ષના ગ્રાન્ડ ચેસ ટૂર માટેનું સ્થાન પણ નિશ્ચિત થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં પ્રજ્ઞાનંદે નોર્વે ચેસનો ખિતાબ જીતીને પણ ઇતિહાસ રચ્યો હતો, જેમાં તેમણે વિશ્વ નંબર-1 મેગ્નસ કાર્લસનને બે વખત હરાવ્યા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular