
વડનગરમાં PM મોદીની માતા હીરાબેનની પ્રાર્થનાસભા,લોકો આપી રહ્યા છે શ્રદ્ધાંજલિ
અમદાવાદ:ગુજરાતના વડનગરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીની સ્મૃતિમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.30 ડિસેમ્બર, 2022 ના રોજ અમદાવાદની એક હોસ્પિટલમાં 100 વર્ષની વયે તેમનું અવસાન થયું.શનિવારે તેમના પરિવારના સભ્યો વતી આ પ્રાર્થના સભાના આયોજન વિશે માહિતી આપવામાં આવી હતી.
વડાપ્રધાન મોદી, તેમના ભાઈઓ અને પરિવારના અન્ય સભ્યોની હાજરીમાં ગાંધીનગરના સ્મશાનભૂમિમાં હીરાબેનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.તેમના પરિવારમાં પાંચ પુત્રો – પીએમ મોદી અને તેમના ભાઈઓ સોમાભાઈ, અમૃતભાઈ, પ્રહલાદભાઈ અને પંકજભાઈ અને એક પુત્રી વસંતીબેન છે.
તેમની માતાના અવસાન પર શોક વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં નમન કરે છે…માતામાં, મેં હંમેશા તે ત્રિમૂર્તિનો અનુભવ કર્યો છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક છે.અને મૂલ્યો માટે પ્રતિબદ્ધ જીવન સમાયેલ છે.જ્યારે હું તેમને તેમના 100મા જન્મદિવસે મળ્યો હતો ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહે છે કે કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી.