1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી, દરિયામાં કરંટ વધ્યો, 60 km ઝડપે પવન ફુંકાયો
ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી, દરિયામાં કરંટ વધ્યો, 60 km ઝડપે પવન ફુંકાયો

ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી, દરિયામાં કરંટ વધ્યો, 60 km ઝડપે પવન ફુંકાયો

0
Social Share

અમદાવાદ : ગુજરાતમાં 15મી જુન આસપાસ મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન થાય એવા એંઘાણ છે. દક્ષિણ ભારતમાં કેરળમાં ચોમાસાના આગમનની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. દરમિયાન છેલ્લા બે દિવસથી ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. અને પવન 60 કિ.મીની ઝડપે ફુંકાતા દરિયા તોફાની બન્યો હતો. માછીમારોને દરિયો ન ખેડવાની પહેવાથી સુચના આપી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.  દક્ષિણ-પશ્ચિમી ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતા છે. ત્યારે તે પહેલા જ ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થતાં દરિયો તોફાની બન્યો છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે. સામાન્ય રીતે 1 જૂન આસપાસ કેરળમાં ચોમાસું પહોંચે છે. ત્યારે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું શરૂ થશે. પરંતુ અત્યારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ-પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે. જેથી અનેક સ્થળે સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. આ વચ્ચે 28 થી 29 મેના રોજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. મોટાભાગની બોટો હાલ મધ દરિયામાં માછીમારી કરી રહી છે. ત્યારે હવામાન આગાહીના પગલે તમામ બોટને પરત બોલાવી લેવાઈ છે. આગામી 29 મે સુધી દરીયો નહી ખેડવાની ફિશરીઝ વિભાગે સુચના આપી છે. ફિશરીઝ વિભાગે માછીમારી કરવા જતા માછીમારોને ટોકન આપવાનું બંધ કર્યું છે. આ વચ્ચે અચાનક દરિયામાં 60 km ઝડપે પવન ફુંકાવાની અને દરિયામા કરંટ અનુભવાયો છે. જેને કારણે માછીમારી બંધ કરવાં આદેશ અપાયો છે. હાલ માંગરોળ બંદર પર કૂલ નાની મોટી 2800 જેટલી લાંગરેલી બોટ છે. હાલ 8 જેટલી બોટ દરિયા કિનારે સાંજ સુધી આવી જશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code