
કોરોનાની સ્થિતિ સામાન્ય થતા અમરનાથ યાત્રાની તૈયારીઓ શરુઃ- કેટલીક શરતો સાથે લંગર માટેની પરવાનગી અપાઈ
- અમરનાથ યાત્રાની તૈયારીઓ
- લંગરને અપાઈ કેન્દ્ર કરફથી પરવાનગી
- કોરોનાના કેસ ઓછા થતા લંગરનું આયોજન કરાશે
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાના કારણે અનેક પ્રતિબંધો સહિત લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું, જેને લઈને અનેક જાહેર સ્થળોથી લઈને ધાર્મિક સ્થળો બંધ કરાયા હતા,જેની અસર અમરનાથ યાત્રા પર જોવા મળી હતી ત્યારે હવે કોરોનાની સ્થિતિ સામાન્ય થતી જોવા મળી રહી છે જેને લઈને ફરીથી અમરનાથ યાત્રાની તૈયારીઓ શરુ થતી જોઈ શકાય છે.
આ મામલે કોઈ ઓપચારીક જાહેરાત થઈ નથી,આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડે કેટલાક લંગર સંગઠનોને 28 જૂનથી 22 ઓગસ્ટ સુધી બાલતાલ ટ્રેક પર લંગર કરવાની મંજૂરી આપી છે. આ માટે 19 જૂન સુધીમાં સંસ્થાઓ પાસેથી રહેણાંક સરનામું, ફોન નંબર, પોલીસ વેરિફિકેશન રિપોર્ટ્સ, બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ, માન્ય ડોકટરો કે તબીબી સંસ્થાઓ દ્વારા જારી કરાયેલા ફરજિયાત તબીબી પ્રમાણપત્રોની માંગ કરવામાં આવી છે.
આ સાથે જ સંગઠનોને 20 જૂને મુસાફરીના સમયપત્રક સાથે નિયુક્ત શિબિર નિયામક કે જનરલ મેનેજરનો સંપર્ક કરીને રિપોર્ટ કરવાનું પણ જણાવાયું ક છે. લંગર માટે પણ કેટલીક શરતો મૂકવામાં આવી છે. લંગરની પરવાનગી સાથે, પ્રવાસ વિશેની વાતે પણ જોર પકડ્યું છે,
28 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે કેટલાક લંગર સંગઠનોને લંગરની મંજૂરી આપવામાં આવી છે, જેની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. જોકે, બાલતાલ ટ્રેક પર અન્ય કામો પણ ચાલી રહ્યા છે, જેના કારણે તેમને લંગર સેવાઓનો પણ લાભ મળશે. લંગર સંગઠનોને આપવામાં આવેલી શરતોમાં, તેઓએ રસોઈ વિસ્તારમાં યોગ્ય સ્વચ્છતા જાળવવી પડશે. આ વિસ્તારને પીવીસી શીટ સાથે આવરી લેવો પડશે. આ સિવાય અન્ય મહત્વપૂર્ણ કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે.