1. Home
  2. ગુજરાતી
  3. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નેપાળના નવા રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ સાથે ફોન પર વાત કરી,દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા કરી ચર્ચા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નેપાળના નવા રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ સાથે ફોન પર વાત કરી,દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા કરી ચર્ચા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નેપાળના નવા રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ સાથે ફોન પર વાત કરી,દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા કરી ચર્ચા

0

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે નેપાળના રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલ સાથે ટેલિફોન પર વાત કરી અને તેમને પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા.

વિદેશ મંત્રાલય (MEA) દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, બંને દેશોના રાષ્ટ્રપતિઓએ ભારત અને નેપાળ વચ્ચેના અનોખા અને બહુપક્ષીય સંબંધો પર મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું. તેઓએ દ્વિપક્ષીય સહયોગને આગળ લઈ જવા અને બંને દેશોના લોકો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવાની રીતો પર ચર્ચા કરી.

MEA અનુસાર,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાલમાં કેરળની મુલાકાતે છે.તેમણે ત્યાંથી પૌડેલને ટેલિફોન કરીને નેપાળના રાષ્ટ્રપતિનું પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

રાષ્ટ્રપતિ મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત અને નેપાળ વચ્ચે ચાલી રહેલા દ્વિપક્ષીય સંબંધો રાષ્ટ્રપતિ પૌડેલના માર્ગદર્શન હેઠળ વધુ ઊંચાઈએ પહોંચશે. પૌડેલે 13 માર્ચે નેપાળના ત્રીજા રાષ્ટ્રપતિ તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.