રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તેલંગણા ખાતે એરફોર્સ એકેડમિની ‘કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન પરેડ’માં આપશે હાજરી
દિલ્હીઃ- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેલંગાણાની બે દિવસીય મુલાકાતે વિતેલા દિવસને શુક્રવારે હૈદરાબાદ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુનું હૈદરાબાદ આગમન પર તેલંગાણાના મુખ્ય મંત્રી કે ચંદ્રશેખર રાવ, તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજન અને કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન કિશન રેડ્ડીએ સ્વાગત કર્યું હતું.
આજે સવારે રાષ્ટ્રપતિ એરફોર્સ એકેડેમી, ડુંડીગલ ખાતે સંયુક્ત ગ્રેજ્યુએશન પરેડની સમીક્ષા કરશે. જાણકારી પ્રમાણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજરોજ શનિવારે ડુંડીગલમાં એરફોર્સ એકેડમીમાં ‘કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન પરેડ’ માં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
ભારતીય વાયુસેનાની વિવિધ શાખાઓના ફ્લાઇટ કેડેટ્સની પડકારજનક પૂર્વ ભરતી તાલીમની સફળતાપૂર્વક પૂર્ણતાને ચિહ્નિત કરવા AFA ખાતે 211મા અભ્યાસક્રમના CGPની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ અને સમીક્ષા અધિકારી તરીકે CGPમાં હાજરી આપશે. ્ને યોજાનારી પરેડને નિહાળશે.