
દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી કર્ણાટક, તેલંગાણા અને મહારાષ્ટ્રના 5 દિવસના પ્રવાસે રહેશે
દિલ્હીઃ- દેશના રાષ્ટ્રપતિ મુર્મુ દેશના જુદા જુદા રાજ્યની મુલાકાતે હોય છે ત્યારે હવે આજરોજ 3જી જુલાઈથી દ્રૌપદી મુર્મુ કર્ણાટક, તેલંગાણા અને મહારાષ્ટ્રની મુલાકાતે જઈ રહ્યા છે આ પ્રવાસ તેમના 5 દિવસનો પ્રવાસ હશએ આ દરમિયાન તેઓ અનેક સ્થળોએ અનેક કાય્ક્રમમાં હાજરી આપતા જોવા મળશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી એટલે કે 3 થી 7 જુલાઈ દરમિયાન કર્ણાટક, તેલંગાણા અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે. આ દરમિયાન, તે બે કોન્વોકેશનમાં હાજરી આપશે અને સંવેદનશીલ આદિવાસીઓના સભ્યોની સાથએ પણ મુલાકાત કરશે . ઉલ્લેખનીય છે કે આ મુલાકાત બાબતે રાષ્ટ્રપતિ ભવન દ્વારા રવિવારે જારી એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી.
વધુ જણાકરી પ્એરમાણે 6 જુલાઈના રોજ તેઓ રાષ્ટ્રપતિ રાજભવન, નાગપુર ખાતે PVTG સભ્યો સાથે વાર્તાલાપ કરશે. તે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુંબઈમાં રાજભવનમાં તેમના સન્માનમાં આયોજિત નાગરિક સત્કાર સમારંભમાં પણ ભાગ લેશે.