1. Home
  2. ગુજરાતી
  3. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ન્યૂઝીલેન્ડ, વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને કર્યું સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ન્યૂઝીલેન્ડ, વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને કર્યું સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ન્યૂઝીલેન્ડ, વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને કર્યું સ્વાગત

0
Social Share

નવી દિલ્હી, 10 જુલાઈ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂઝીલેન્ડ પહોંચ્યા છે; ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને તેમનું સ્વાગત કર્યું. ચાર દાયકા બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની ન્યૂઝીલેન્ડની આ પ્રથમ મુલાકાત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાની તેમની ઐતિહાસિક અને મહત્વપૂર્ણ રાજકીય મુલાકાત સત્તાવાર રીતે પૂર્ણ કરી છે. આ મુલાકાતે ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માટે ભવિષ્યલક્ષી નવી દિશા અને મજબૂત પાયો પૂરો પાડ્યો છે. મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના રાજદ્વારી, આર્થિક અને સુરક્ષા સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે.

આ મુલાકાત ભારત-ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમથી શરૂ થઈ હતી, જ્યાં વ્યાપાર નેતાઓએ 2022 ના આર્થિક સહયોગ અને વેપાર કરારના પરિણામે દ્વિપક્ષીય વેપારમાં 55 ટકાના વધારાનું સ્વાગત કર્યું હતું. આ ગતિને આગળ વધારવા માટે, પ્રધાનમંત્રી મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ વ્યાપક આર્થિક સહયોગ કરાર પર વાટાઘાટોને વેગ આપવા સંમત થયા હતા. બંને દેશોએ સ્વચ્છ ઉર્જા ક્ષેત્રમાં પણ એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું. ઓસ્ટ્રેલિયાથી ભારતને યુરેનિયમનો લાંબા ગાળાનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે વહીવટી વ્યવસ્થાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું. મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે, બંને દેશોએ સંરક્ષણ અને સુરક્ષા સહયોગ તેમજ દરિયાઇ સુરક્ષા સહયોગ માટે એક માળખા પર સંયુક્ત ઘોષણા અપનાવી.

આ મુલાકાતનો સૌથી પ્રભાવશાળી જાહેર સંપર્ક કાર્યક્રમ મેલબોર્નના માર્વેલ સ્ટેડિયમ ખાતે યોજાયો હતો ‘મેલબોર્ન મીટ્સ મોદી’ ડાયસ્પોરા મેળાવડો હતો, જેમાં આશરે 25,000 લોકોએ હાજરી આપી હતી. વડા પ્રધાન મોદીએ ભારતીય મૂળના લગભગ 10 લાખ ઓસ્ટ્રેલિયનોને બંને રાષ્ટ્રો વચ્ચે એક જીવંત સેતુ તરીકે વર્ણવ્યા હતા. વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે પણ ભારતીય સમુદાયની પ્રશંસા કરી હતી, નોંધ્યું હતું કે આ બહુસાંસ્કૃતિક શક્તિ ઓસ્ટ્રેલિયાની સમૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. પ્રધાનમંત્રી મોદીએ ઓસ્ટ્રેલિયાના વિરોધ પક્ષના નેતા એંગસ ટેલરને પણ મળ્યા. પ્રધાનમંત્રી મોદીને ઓસ્ટ્રેલિયાના સાચા મિત્ર ગણાવતા, શ્રી ટેલરે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ અને શાંતિપૂર્ણ હેતુઓ માટે યુરેનિયમની નિકાસ જેવી પહેલોને સમર્થન વ્યક્ત કર્યું.

આ મુલાકાતનું સમાપન પ્રતિષ્ઠિત મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક ઐતિહાસિક રમત રાજદ્વારી કાર્યક્રમ સાથે થયું. બંને નેતાઓએ ભારત-ઓસ્ટ્રેલિયા રમતગમત સહયોગ માળખાનો પ્રારંભ કર્યો, જે રમતગમત વિજ્ઞાન અને રમતગમતના માળખાગત ક્ષેત્રોમાં સહયોગને નવી ગતિ આપશે. આ પહેલ એવા સમયે શરૂ કરવામાં આવી છે જ્યારે ભારત 2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારી કરી રહ્યું છે અને ઓસ્ટ્રેલિયા 2032 બ્રિસ્બેન ઓલિમ્પિકનું આયોજન કરવા માટે તૈયારી કરી રહ્યું છે. આ પ્રસંગે ક્રિકેટ જગત માટે એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાની મેન્સ બિગ બેશ લીગની શરૂઆતની મેચ આ ડિસેમ્બરમાં ચેન્નાઈમાં યોજાશે.

વધુ વાંચો: ચેક બાઉન્સના કેસમાં અભિનેતા રાજપાલ યાદવને ત્રણ મહિનાની જેલની સજા

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code