1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. PM નરેન્દ્ર મોદી આજે શનિવારે બપોરે અમદાવાદ પહોચશે, ખાદી ઉત્સવમાં હાજરી આપશે
PM નરેન્દ્ર મોદી આજે શનિવારે બપોરે અમદાવાદ પહોચશે, ખાદી ઉત્સવમાં હાજરી આપશે

PM નરેન્દ્ર મોદી આજે શનિવારે બપોરે અમદાવાદ પહોચશે, ખાદી ઉત્સવમાં હાજરી આપશે

0
Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર  મોદી  આજે શનિવારે બપોરે અમદાવાદ આવી પહોચશે, વડાપ્રધાન આજે સાંજે 5 વાગ્યે અમદાવાદ પહોંચવાના હતા, પરંતુ આ કાર્યક્રમમાં થોડો ફેરફાર થયો છે, હવે વડાપ્રધાન આજે બપોરે જ અમદાવાદ ખાતે આવી પહોંચશે. સાંજના 5 વાગ્યે મોદી  રિવરફ્રન્ટ ખાતેના કાર્યક્રમમાં પહોંચશે. ત્યાંથી સાંજના 7 વાગ્યે રાજભવન જવા માટે રવાના થશે. તેમજ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે 27 ઓગસ્ટે “ખાદી ઉત્સવ”નો અનોખો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી  હાજરી આપશે. ખાદીનો વ્યાપ દેશ સહિત વિદેશમાં પણ વધ્યો છે. ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓ ખાસ કરીને સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટમાંથી 7500 મહિલા ખાદી કારીગરો એક જ સમયે એકસાથે ચરખાનું જીવંત નિદર્શન કરશે. 7500 મહિલા કારીગરોનું આ પ્રકારનું આયોજન વિશ્વમાં પ્રથમ વખત થઇ રહ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મહિલાઓ સફેદ સાડી ઉપર ટ્રાઈ કલરનું અંગવસ્ત્ર પહેરશે. કાર્યક્રમ સ્થળ પર કલાકારો દ્વારા વડાપ્રધાનનું અનેરૂ સ્વાગત કરવામાં આવશે. વડાપ્રધાન સ્થળ પર હાજર ખાદી કારીગરો સાથે વાર્તાલાપ પણ કરશે અને તેમની સાથે ચરખો કાંતશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનીવારથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેમાં આજે  અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાનારા ખાદી ઉત્સવમાં હાજરી આપશે. તેમજ ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે.  અને એક જનસભાને સંબોધન કરશે. વડાપ્રધાન મોદી છેલ્લા ચાર મહિનાથી સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ તેમનો ગુજરાત પ્રવાસ વધી રહ્યો છે. જો કે આ વખતની મુલાકાતનું તેમનું સીધુ ફોક્સ કચ્છ અને તેની આસપાસના વિસ્તારોનું માનવામાં આવી રહ્યુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત દરમિયાન કચ્છ જિલ્લાને અનેક વિકાસ યોજનાઓની ભેટ આપશે. વડાપ્રધાન 28મી  તારીખે કચ્છમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. જેમાં સૌથી મહત્વની પ્રકલ્પ કચ્છ-ભુજ બ્રાંચ કેનાલ છે. કચ્છ જેવા સુકા સરહદી વિસ્તારને પાણીની સમસ્યામાંથી ઉગારતી કેનાલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થશે. 1745 કરોડ રૂપિયાના ખર્ચે 357 કિલોમીટર લાંબી હાઈટેક અને ભૂકંપ પ્રૂફ કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code