નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ યોજનાના પ્રથમ તબક્કા પર થયેલા કરારનું સ્વાગત કર્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પ્રગતિ પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના મજબૂત નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે. તેમણે આશા વ્યક્ત કરી કે બંધકોની મુક્તિ અને ગાઝાના લોકોને માનવીય સહાયમાં વૃદ્ધિથી રાહત મળશે અને પ્રદેશમાં કાયમી શાંતિનો માર્ગ મોકળો કરશે.
પ્રધાનમંત્રીએ એક પોસ્ટમાં કહ્યું હતું કે,”અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પની શાંતિ યોજનાના પ્રથમ તબક્કા પર થયેલા કરારનું સ્વાગત કરીએ છીએ. જે પ્રધાનમંત્રી નેતન્યાહૂના મજબૂત નેતૃત્વને પણ પ્રતિબિંબિત કરે છે. અમે આશા રાખીએ છીએ કે બંધકોની મુક્તિ અને ગાઝાના લોકોને માનવીય સહાયમાં વૃદ્ધિથી રાહત મળશે અને પ્રદેશમાં કાયમી શાંતિનો માર્ગ મોકળો કરશે.

