1. Home
  2. ગુજરાતી
  3. પ્રિયંકા ચોપરાએ છેલ્લા 3 વર્ષથી બૉલિવૂડની ફિલ્મો નથી કરી ,પ્રિયંકાએ જણાવ્યું તેનું કારણ
પ્રિયંકા ચોપરાએ છેલ્લા 3 વર્ષથી બૉલિવૂડની ફિલ્મો નથી કરી ,પ્રિયંકાએ જણાવ્યું તેનું કારણ

પ્રિયંકા ચોપરાએ છેલ્લા 3 વર્ષથી બૉલિવૂડની ફિલ્મો નથી કરી ,પ્રિયંકાએ જણાવ્યું તેનું કારણ

0
Social Share

બૉલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ત્રણ વર્ષથી બૉલિવૂડની હીન્દી ફિલ્મોમાં કામ ન કરવાનું કારણ જાહેર કર્યું છે,પ્રિયંકા છેલ્લે વર્ષ 2016માં “જય ગંગાજલ” ફિલ્મમાં જોવા મળી હતી ત્યાર બાદ તે એક પણ હિન્દી ફિલ્મમાં જોવા મળી નથી,ત્યાર પછી હવે તે ‘ધ સ્કઈ ઈઝ પિંક’માં જોવા મળશે,  ફિલ્મની કહાની સ્વર્ગીય લેખિકા અને મોટીવેશનલ સ્પીકર આયશા ચૌઘરીના જીવન પર આધારિત છે.

ફિલ્મમાં જાયરા વસીમ આયશાના રોલમાં જોવા મળશે,તો પ્રિયંકા અને ફરહાન અખ્તરને તેના પેરેન્ટ્સના રોલમાં જોઈ શકાશે,આ ફિલ્મને લઈને પ્રિયંકા ચોપરાએ જણાવ્યું હતુ કે તેણે ત્રણ વર્ષ પછી હિન્દી સિનેમાના પડદે વાપસી કરવાનો નિર્ણય કેમ લીધો અને તેમાટે આ ફિલ્મ કેમ પસંદ કરી. પ્રિયંકાએ કહ્યું કે,આ પ્રકારની ફિલ્મો બનાવવા માટે ઘણો સમય લાગે છે,અને એટલા માટે છેલ્લા ત્રણ વર્ષથી તેણે કોઈ હીન્દી ફિલ્મ નહોતી કરી,પ્રિયંકાએ કહ્યું કે, તે એક એવી ફિલ્મની તલાશમાં હતી કે તેને એક એક્ટર તરીકે તેના રોલમાં સંપૂર્ણ રીતે ડૂબી જવાનો મોકો મળે, પછી તે હીન્દી ફિલ્મ હોય કે અમેરીકી.તો હવે પ્રિયંકાની ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંક 11 ઓક્ટોબરે રિલીઝ થશે

તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો હતો,જેમાં નિક કૉન્સર્ટની વચ્ચે પ્રિયંકાને આ લવ યૂ કહે છે, વાત જાણે એમ હતી કે,જોનસ બ્રધર્સના મ્યૂઝિકલ ટૂર ઘ હેપીનેસ બિગિન્સ ના એક શૉ દરમિયાન નિક સ્ટેજ પરથી જ પ્રિયંકાને આઈ લવ યૂ કહે છે, વીડિયો ખુબ વાયરલ થયો હતો, પ્રિયંકા અને નિકનો  પ્યાર જોઈને ફેન્સ ઘણા ખુશ થયા હતા,આ વીડિયો નિકની એક ફેનએ કૉન્સર્ટ વખતે ઉતાર્યો  હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code