Site icon Revoi.in

એએમસીના ડ્રાફ્ટ બજેટમાં નવું કતલખાનું બનાવવાની દરખાસ્ત પાછી ખેંચાઈ

Social Share

અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2026:  અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગઈકાલે 17018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરાયુ હતું. જેમાં વિવિધ વિકાસના કામોમાં નવુ કતલખાનું બનાવવાની દરખાસ્ત પણ હતી. જેનો ભારે વિરોધ થતા આખરે કતલખાનાની દરખાસ્ત પરત ખેંચી લેવાઈ છે. ભાજપના જૈન ધારાસભ્ય અને પૂર્વ મેયરે આ અંગે વિરોધ દર્શાવ્યો હતો. 32 કરોડના ખર્ચે જૂનું કતલખાનું બંધ કરી નવું બનાવવાની યોજના હતી. પરંતું વિરોધને પગલે હવે નવા કતલખાનાની દરખાસ્ત પરત લેવાનો નિર્ણય લેવાયો છે.

અમદાવાદના મ્યુન્સિપલ કમિશનર બંછાનિધી પાનીએ ડ્રાફ્ટ બજેટમાં નવા કતલખાનાની મૂકેલી દરખાસ્ત પરત ખેંચી છે. એલિસબ્રિજના ભાજપ ધારાસભ્ય અમિત શાહના વિરોધ બાદ આ વિવાદ ઉઠ્યો હતો. મ્યુનિસિપલના ડ્રાફ્ટ બજેટમાં કતલખાનાના આધુનિકીકરણ માટે રૂ ૩૨ કરોડની જોગવાઈ કરાઈ હતી.  મ્યુનિના  નવા બજેટમાં જમાલપુર ખાતે આવેલા કતલખાને ખસેડવાની જોગવાઈ કરવામાં આવી હતી. ભાજપના ધારાસભ્ય અમિત શાહના વિરોધ બાદ મ્યુનિ. કમિશ્નરે આ નિર્ણય લીધો છે. કમિશનરે પોતે કરેલી જોગવાઈ હાલ પૂરતી રદ કરી દેવાઈ છે. જોગવાઈ રદ કરતા કતલખાનું ખસેડવાની પ્રક્રિયા હવે નહીં થાય. અમદાવાદના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા જગન્નાથ મંદિર અને ગીતામંદિર વચ્ચે આવેલા કતલખાનું ધાર્મિક સ્થળ પાસે હોવાથી અને સ્વચ્છતા ન જળવાતા અને આગામી દિવસોને ધ્યાને રાખીને ખસેડવાની માંગ કરી હતી.

અમિત શાહના વિરોધ સામે કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્રતિક્રીયા આપતા કહ્યું કે, અમિત શાહની રજુઆત તેમની વ્યક્તિગત હોઈ શકે છે. અમે જગન્નાથ મંદિર અને ગીતા મંદિર જેવા ધાર્મિક સ્થળ જોઈ તેની વચ્ચે આવેલા કતલખાના ખસેડવા માંગ કરી હતી. અમે બીજા કતલખાના બનાવવા કોઈ માંગ નથી કરી. હાલ સ્લોટર હાઉસ છે, તે બંધ કરી ખસેડી આધુનિક બનાવી હાલના સ્થળે પાર્ટી પ્લોટ કે કોમ્યુનિટી હોલ બનાવવા માંગ હતી

Exit mobile version